Home /News /entertainment /

Cannes 2019: આ વખતે રેડ કાર્પેટ પર સાડીમાં જોવા મળશે કંગના

Cannes 2019: આ વખતે રેડ કાર્પેટ પર સાડીમાં જોવા મળશે કંગના

ફાઇલ તસવીર-કંગના રાનોટ

કંગના રાનોટે સ્પષ્ટતા કરી છે કે, આ વખતે તે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેશે

    ન્યૂઝ18 ગુજરાતી: આજથી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019ની શરૂઆત થઇ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બોલિવૂડની કેટલીક અભિનેત્રીઓ રેડ કાર્પેટ પર વોક કરતી જોવા મળશે. સાથે જ કંગના રાનોટે સ્પષ્ટતા કરી છે કે, આ વખતે તે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેશે. રિપોર્ટ્સ પ્રમાણે, આ વખતે કંગના કાન્સમાં સાડીમાં જોવા મળશે.

    એક રિપોર્ટ પ્રમાણે કંગનાએ તેના લુક અંગે જણાવ્યું હતું કે, જે કપડાં હું પહેરીશ તેમાં ડ્રામા હશે. હું ગ્લોબલ પ્લેટફોર્મ પર આપણા રિચ કલ્ચર અને વિરાસતને પ્રદર્શિત કરીશ. મારા સ્ટાઇલિસ્ટ એમી પટેલ અને હું આ અંગે ઘણા વીકથી તૈયારી કરી રહ્યાં છે. અમે ફાલ્ગુની અને શેન પીકોક સાથે યુનિક સાડી તૈયાર કરવા અંગે કામ કરી રહ્યાં છે.

    કંગનાએ કહ્યું, વર્ષ 2012માં મેં રાકેશ રોશનનો બર્થડે વગર આઇબ્રોઝે એટેન્ડ કર્યો હતો. તો રિસ્ક લઇને તૈયાર થવું મારા માટે કોઇ નવી વાત નથી. હું તે પહેલી અભિનેત્રીઓમાંથી છું જેણે એરપોર્ટ પર સાડી પહેરીને પહોંચવાનું શરૂ કર્યું હતું. હું ફેશનને પોતાના પ્રસ્તુતિકરણ તરીકે પ્રદર્શિત કરું છું.

    આ પણ વાંચો: ફિલ્મ્સની તૈયારી જ નહીં ઘરે બાળકોના ડાયપર પણ બદલે છે 'કબીર સિંહ'

    ઉલ્લેખનીય છે કે, કંગના રાનોટે ગયા વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કર્યું હતું. ફેશન એક્સપર્ટ્સે તેના લુકના વખાણ પણ કર્યા હતા. કાન્સ ફેસ્ટિવલની રેડ કાર્પેટ પર કંગના તેના બોલ્ડ અને બિંદાસ્ત લુકમાં જોવા મળી હતી. એકવાર ફરી કં ગના તેના સરપ્રાઇઝિંગ ફેશન લુકને રેડ કાર્પેટ પર એક્સપ્લોર કરવા માટે તૈયાર છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Cannes film festival 2019, Kangna Ranaut, Saree

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन