સુશાંત કેસમાં મુંબઇ પોલીસે કંગનાને પૂછપરછ માટે બોલાવી! સમાચાર પર એક્ટ્રેસનું રિએક્શન

News18 Gujarati
Updated: July 3, 2020, 3:17 PM IST
સુશાંત કેસમાં મુંબઇ પોલીસે કંગનાને પૂછપરછ માટે બોલાવી! સમાચાર પર એક્ટ્રેસનું રિએક્શન
કંગના રનૌટ અને સુશાંત સિંઘ રાજપૂત

કગંના રનૌટ માટે એવી ખબર આવી હતી કે મુંબઇ પોલીસે તેને સુશાંત સિંઘ રાજપૂત કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે.

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક : સુશાંત સિંઘ રાજપૂત (Sushant Singh Rajput) દ્વારા આત્મહત્યાનાં પગલાં બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હડકંપ મચી ગયો છે. આ સમાચાર બાદ સોશિયલ મીડિયા પર નેપોટિઝમનો મુદ્દો જોર શોરથી ઉઠાવવામાં આવ્યોછે. જેને લઇને ઘણાં ફિલ્મ મેકર્સ અને સ્ટારકિડ્સ નિશાના પર છે. આ વચ્ચે કંગના રનૌટ (Kangana Ranaut)એ પણ એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેમણે ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝમ મુદ્દે વાત કરી હતી. જે બાદ એવી વાતો વહેતી થઇ હતી કે, સુશાંત સિંઘ રાજપૂત કેસની તપાસમાં મુંબઇ પોલીસ હવે કંગના રનૌટને પણ પૂછપરછ માટે બોલાવશે.

આ વાતને કંગના રનૌટની સોશિયલ મીડિયા ટિમ દ્વારા નકારવામાં આવી છે તેમનું કહેવું છે કે, 'હજુ સુધી મુંબઇ પોલીસ દ્વારા તેમને કોઇ જ નોટિસ આપવામાં આવી નથી. જો પોલીસ તેમને વાતચીત માટે બોલાવશે તો કંગના જરૂરથ સહયોગ આપવાનું પસંદ કરશે. '

આપને જણાવી દઇએ કે, કંગના રનૌટે તો ઘણાં સમય પહેલાં ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝમનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આ અંગે મીડિયા સામે પણ ખુલીને ઘણી વખત વાત કરી છે.


સુશાંતનાં નિધન બાદ તો તેણે વીડિયો શેર કરીને તેની આત્મહત્યા પાછળ નેપોટિઝમ જ જવાબદાર છે તેમ જણાવ્યું છે. તેણે વીડિયોમાં કહ્યું છે કે, સુશાંતનું મોત એક યોજનાબદ્ધ રીતે કરવામાં આવેલું મર્ડર તો નથીને.

Credit- team_kangana_ranaut/Sushantsinghrajput/Instagram)

 
First published: July 3, 2020, 3:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading