Home /News /entertainment /

જજમેન્ટલ હૈ ક્યા?નું નવું સોન્ગ રિલીઝ, કંગના-રાજકુમારનો જોવા મળ્યો 'વખરા સ્વેગ'

જજમેન્ટલ હૈ ક્યા?નું નવું સોન્ગ રિલીઝ, કંગના-રાજકુમારનો જોવા મળ્યો 'વખરા સ્વેગ'

આ સોન્ગમાં કંગના અને રાજકુમારનો એકદમ હટકે લૂક જોવા મળી રહ્યો છે

આ સોન્ગમાં કંગના અને રાજકુમારનો એકદમ હટકે લૂક જોવા મળી રહ્યો છે

    એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: હાલમાં કંગના તેનાં વિવાદોને કારણે ચર્ચામાં રહે છે. આ વચ્ચે તેની ફિલ્મ 'જજમેન્ટલ હૈ ક્યા'નું સોન્ગ રિલીઝ થઇ ગયુ છે. આ સોન્ગ રિલીઝ સમયે જ કંગનાની એક રિપોર્ટર સાથે બબાલ થઇ ગઇ હતી. આ જ સમયે પ્રખ્યાત પંજાબી સોન્ગ 'વખરા સ્વેગ'નું રીમિક્સ વર્ઝન રિલીઝ કરવામાં આવ્યું. આ સોન્ગની ખાસ વાત તેનું મ્યૂઝિક નહીં પણ કંગના-રાજકુમારનો સ્વેગ પણ છે.

    આ પણ વાંચો-પૂલ સાઇડ રિલેક્સ મૂડમાં જોવા મળી દેશી ગર્લ, તસવીરો VIRAL

    આ ગીતનું ઓરિજનલ વર્ઝન સિંગર નવ ઇનંદર અને રેપર બાદશાહે મળીને ગાયુ હતું. તો જજમેન્ટલ હૈ ક્યા ફિલ્મમાં તેને નવાં ક્લેવર સાથે રજૂ કરવામાં આવ્યું છે. ન ફક્ત નવા લિરિક્સ પણ કંગના-રાજકુમારનો કિલર લૂક પણ આ સોન્ગમાં જોવા મળે છે. રસપ્રદ વાત તો એ છે કે , સિંગર નવ ઇંદર, લીસા મિશ્રા અને રાજ કુમારીએ તેમાં અવાજ આપ્યો છે. આ સોન્ગનું મ્યૂઝિક તનિષ્ક બાગચીએ આપ્યું છે. આ સોન્ગનાં બોલ નવ ઇંદરે લખ્યા છે. આ ખરેખરમાં ખુબજ હેપનિંગ સોન્ગ છે.



    પ્રકાશ કોવેલામુદી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ એકતા કપૂરનાં પ્રોડક્શન બેનર હેઠળ બની રહી છે. સસ્પેન્સ થ્રિલર ફિલ્મ 'જજમેન્ટલ હૈ ક્યા' 26 જુલાઇએ રિલીઝ થવા જઇ રહી છે. કંગના રનૌટ અને રાજકુમાર રાવની જોડી આ પહેલાં ફિલ્મ 'ક્વિન'માં સાથે જોવા મળી ચુકી છે. આ ફિલ્મ પણ દર્શકોને ખુબજ પસંદ આવી હતી. આ ફિલ્મથી જ કંગના સુપર સ્ટાર બની હતી. હવે લોકોને 'જજમેન્ટલ હૈ ક્યા'થી ઘણી આશા છે.

    આ પણ વાંચો-Psycho Saiyaan બની ગયો 'બાહુબલી', જોઇને ક્રેઝી થયા ફેન્સ
    Published by:Margi Pandya
    First published:

    Tags: Kangna Ranaut, Movie, Rajkummar rao

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन