રિલીઝ થતા જ ડિલીટ કરવામાં આવ્યું કંગના રનૌટની 'ધાકડ'નું ટીઝર

News18 Gujarati
Updated: August 9, 2019, 2:20 PM IST
રિલીઝ થતા જ ડિલીટ કરવામાં આવ્યું કંગના રનૌટની 'ધાકડ'નું ટીઝર
ફિલ્મ 'ધાકડ'નાં ટીઝરમાં કંગના રનૌટ મશીન ગન લઇને ગોળી વરસાવી રહી છે

ફિલ્મ 'ધાકડ'નાં ટીઝરમાં કંગના રનૌટ મશીન ગન લઇને ગોળી વરસાવી રહી છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડની ક્વિન કંગના રનૌટ અવાર નવાર કોઇને કોઇ વિવાદમાં ફસાતી જોવા મળે છે. હાલમાં જ તેની ફિલ્મ 'જજમેન્ટલ હૈ ક્યા' રિલીઝ થઇ અને હવે તેની નવી ફિલ્મનો પ્રોમો ટીઝર રિલીઝ થયો છે. આજે એટલે કે 9 ઓગષ્ટનાં રોજ થોડા જ સમય પહેલાં રિલીઝ થઇ ગયુ હતું. રિલીઝ બાદ લોકો વિચારતા થઇ ગયા જ્યારે ટીઝર રિલીઝ કર્યાનાં થોડા મિનિટની અંદર જ યૂટ્યૂબથી ડિલીટ કરી દેવામાં આવ્યો. કોઇ કંઇ સમજી નહોતું શક્યું કે કંગના રનૌટ કે તેની ફિલ્મનાં મેકર્સે આવું પગલું કેમ ઉઠાવ્યું છે.

હાલમાં કંગનાનું આ ટ્રેલર સોશિયલ મીડિયા પર હાર છે પણ યૂટ્યૂબ પરથી હટાવવામાં આવ્યું છે. ત્યારે આવું કેમ કરવામાં આવ્યું તેની જાણ થઇ નથી. આ મેકર્સે એવું કરવા પાછળનું કોઇ કારણ નથી જણાવ્યું. આ ટીઝરમાં કંગના રનૌટનો એક્શન પેક અવતાર નજર આવે છે. 45 સેકેન્ડનાં ટિઝરમાં કંગના મશીનગનથી ગોળીઓ વરસાવતો નજર આવે છે. આ ટીઝરમાં કંગના સંપૂર્ણ રીતે લોહીથી લથપથ થઇ એક્શન કરતી નજર આવે છે. જુઓ ટ્રેલર

ફિલ્મનાં ફર્સ્ટ લૂક ટીઝરને જોઇને લાગે છે કે આ એક્શન પેક્ડ ડ્રામા ફિલ્મ હશે. આ ફિલ્મને ડિરેક્ટર રેઝી ઘઇએ બનાવી છે. ફિલ્મમાટે કંગનાને ગનની ટ્રેનિંગ આપવા માટે ફિલ્મ મેકર્સે હોંગકોંગ અને થાયલેન્ડનાં એક્શન ડિરેક્ટર્સની મુલાકાત લીધી હતી. ગન ફુ, માર્શલ આર્ટ્સ અને ગન સિક્વેન્સ મિક્સ હોય છે. ટિઝરમાં પણ કંગના જે ગન સાથે નજર આવે છે તે ગન અસલી હતી અને ખુબ ભારે હતી. જેને ઉઠાવવા સંપૂર્ણ તાકત લગાવવી પડતી હતી.કંગના કહે છે કે, આશા છે કે ફિલ્મની શૂટિંગમાં ડિરેક્ટર્સ ડમી ગનનો ઉપયોગ કરે. આ ફિલ્મ દિવાળી 2020નાં રિલીઝ થશે.
First published: August 9, 2019, 2:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading