Home /News /entertainment /

Lock Upp : કંગના રનૌતનો 'લોક અપ' શો આજથી શરૂ થશે, જાણો ક્યાં અને કેટલા વાગે જોવા મળશે

Lock Upp : કંગના રનૌતનો 'લોક અપ' શો આજથી શરૂ થશે, જાણો ક્યાં અને કેટલા વાગે જોવા મળશે

કંગના રનૌતનો લોક અપ શો આજથી શરૂ થશે - લોક અપ શો ક્યાં કયા ટાઈમે જોવા મળશે

Lock Upp : કંગના રનૌત (Kangana Ranaut) નો લોક અપ શો (Lock Upp Show) આજે શરૂ થવા જઈ રહ્યો, તો જોઈએ એકતા કપૂર (Ekta Kapoor) નો આ શો ક્યારે અને ક્યાં જોઈ શકશો.

    Lock Upp : કંગના રનૌત (Kangana Ranaut) ટૂંક સમયમાં રિયાલિટી શો 'લોક અપ' (Lock Upp Show) દ્વારા દર્શકો સાથે વાતચીત કરશે. આ શોમાં મનોરંજન જગતના 16 પ્રખ્યાત ચહેરાઓ ભાગ લઈ રહ્યા છે, જેઓ ક્યારેક-ક્યારેક વિવાદોમાં રહ્યા છે. જેમાં નિશા રાવલ (nisha rawal), મુનવ્વર ફારૂકી (munawar faruqui) જેવા સેલેબ્સ ભાગ લઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે કંગના રનૌત પહેલીવાર કોઈ રિયાલિટી શો (kangana ranaut reality show) હોસ્ટ કરી રહી છે. આવો, અમને જણાવીએ કે તમે એકતા કપૂર (Ekta Kapoor) નો આ શો ક્યારે અને ક્યાં જોઈ શકશો.

    એકતા કપૂરના શો (Ekta Kapoor Show) માં કોન્સેપ્ટ ચોરીનો આરોપ લાગ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મામલો સિવિલ કોર્ટ (હૈદરાબાદ)માં પહોંચ્યા બાદ શોની રિલીઝ પર સ્ટે લગાવવામાં આવ્યો હતો. જો કે કોર્ટે એકતા કપૂરની તરફેણમાં ચુકાદો આપ્યો છે. હવે આ શો નિયત સમયે જ રિલીઝ થવા જઈ રહ્યો છે. આ શો આજે 27 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યો છે.

    દર્શકો આ શોને Alt Balaji અને MX Player પર જોઈ શકશે

    દર્શકો કંગના રનૌત અને એકતા કપૂરના શો (Kangana Ranaut Ekta Kapoor) ને મિસ કરવા માંગતા નથી. તમે OTT પ્લેટફોર્મ ALTBalaji અને MX Player પર કોઈપણ શુલ્ક વિના 'લોક અપ' જોઈ શકશો. દર્શકો તેમના ફોન અથવા ટીવી પર 24 કલાક જોવાનો આનંદ માણી શકશે.

    કંગના રનૌત આ શોમાં હોસ્ટ તરીકે જોવા મળશે

    તમે આજે રાત્રે 10 વાગ્યે Alt બાલાજી અને MX પ્લેયર પર આ શોનો આનંદ માણી શકશો. આજે કંગના રનૌત તમને પહેલીવાર હોસ્ટ (Kangana Ranaut Lock Upp) તરીકે જોવા મળવાની છે. કંગના અને એકતાને આશા છે કે, આ શો દર્શકોના દિલ જીતવામાં સફળ રહેશે.

    આ પણ વાંચોLock Upp : Kangana Ranautનો 'લોક અપ' શો પર કોર્ટે કેમ પ્રતિબંધ લગાવ્યો હતો? શું હતો વિવાદ

    શું 'લોક અપ' 'બિગ બોસ'થી અલગ હશે?

    શો 'લોક અપ'ના નિર્માતાઓએ અલ્ટ બાલાજીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક પોસ્ટર રિલીઝ કર્યું છે, જેમાં શો શરૂ થવાનો સમય જણાવવામાં આવ્યો છે. આનાથી સ્પષ્ટ છે કે, આ શો અગાઉથી નક્કી કરેલી તારીખ અને સમયે જ શરૂ થશે. 'લોક અપ'નો કોન્સેપ્ટ જોઈને દર્શકોને લાગી રહ્યું છે કે, તે 'બિગ બોસ'થી ખૂબ જ અલગ હશે. કંગના રનૌત 'બિગ બોસ'ના હોસ્ટ સલમાન ખાન જેટલી લોકપ્રિય થશે કે કેમ તે શો જોયા પછી જ ખબર પડશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Kangna Ranaut, Tv show, કંગના

    આગામી સમાચાર