કંગના રનૌટે ખરીદી શાનદાર કાર, બહેન રંગોલીએ આપી સરપ્રાઇઝ

કંગના રનૌટ તેની ફિલ્મ 'જજમેન્ટલ હૈ ક્યા'ની સક્સેસ સેલિબ્રેટ કરી રહી છે. કંગનાએ આ સમયે પોતાને એક શાનદાર મર્સિડીઝ કાર ગિફ્ટ કરી છે.

કંગના રનૌટ તેની ફિલ્મ 'જજમેન્ટલ હૈ ક્યા'ની સક્સેસ સેલિબ્રેટ કરી રહી છે. કંગનાએ આ સમયે પોતાને એક શાનદાર મર્સિડીઝ કાર ગિફ્ટ કરી છે.

 • Share this:
  એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: કંગના રનૌટની ડાર્ક કોમેડી, સસ્પેન્સ થ્રિલર ફિલ્મ 'જજમેન્ટલ હૈ ક્યા' 26 જુલાઇનાં રોજ રિલીઝ થઇ ગઇ છે. કંગનાએ ફિલ્મમાં એક્ટર રાજકુમાર રાવની સાથે સ્ક્રિન શેર કરી છે. ફિલ્મ 'જજમેન્ટલ હૈ ક્યા'ને દર્શકો તરફથી સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે.

  તેણે પોતાની જતાને કાર ગિફ્ટ કરી છે. તેનું ક્રેડિટ તેની બહેન રંગોલીને જાય છે. ખરેખરમાં રંગોલી તેની બહેન કંગનાની દરેક નાની મોટી વાતનું ધ્યાન રાખે છે. જાણકારી મુજબ, કંગનાએ આ મર્સિડીઝ ઓર્ડર તો કરી હતી પણ તેની ડિલીવરી નંબરમાં હોવાની વાત છે. એવામાં બહેન રંગોલીએ ફિલ્મ 'જજમેન્ટલ હૈ ક્યા'ની સફળતા જોતા આ કારની ડિલીવરી પહેલાં જ કરાવીને સરપ્રાઇઝ આપી દીધી છે.  રંગોલીએ સોશિયલ મીડિયા પર એખ ફોટો શેર કર્યો છે જેમાં કંગના તેની વ્હાઇટ કલરની નવી મર્સિડીઝ સાથે નજર આવે છે. તે તેનાં બંગલાની બહારજ પોઝ આપીને ઉભી છે. ફોટો કેપ્શનમાં રંગોલીએ જણાવ્યું કે, 'કંગનાની પાસે મનાલીમાં કોઇ કાર ન હતી અને તેની પોતાની પાસે આવી ચીજ ખરીદવાનો સમય પણ નથી તેથી તેનાં CA મનોજ દાગા સર અને મે મળીને આ નવી ખરીદારી કરી. અને તેને સરપ્રાઇઝ આફી. કાશ હું તે સમયે ત્યાં હાજર હોત તેનાં ચહેરા પર ખુશી જોવા સાથે જ નારાજગી. કારણ કે કંગનાને સરપ્રાઇઝ પસંદ નથી.'
  Published by:Margi Pandya
  First published: