કંગનાએ કરણી સેના પર પિત્તો ગુમાવ્યો: 'હું પણ રાજપૂત છું, ખતમ કરી દઇશ'

ફિલ્મમાં કંગના ઝાંસીની રાણીનાં રોલમાં છે.

કંગનાએ કહ્યુ કે, તેની ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનનું સર્ટિફિકેટ પણ મળી ગયું છે. પાંચ ઇતિહાસકારોએ આ ફિલ્મ જોઇ છે અને તેમણે પણ કોઇ વાંધો નથી ઉઠાવ્યો.

 • Share this:
  એક્ટર કંગના રણૌતનો કરણા સેના પર પિત્તો ગયો હતો અને પ્રહાર કર્યો હતો કે, મને પરેશાન કરવાનું બંધ કરો. હુંય રાજપૂત છું અને તમને ખતમ કરી દઇશ.

  વાત એમ છે કે, કંગનાની ઝાંસીની રાણી લક્ષ્મીબાઇનાં જીવન પર આધારિત ફિલ્મ મણીકર્ણિકા-ધી ક્વિન ઓફ ઝાંસી- ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. પણ કરણી સેના તેને સતત હેરાન કર્યા છે અને અંતે કંગનાએ તેનો પિત્તો ગુમાવ્યો હતો અને કરણી સેનાને વળતો જવાબ આપ્યો હતો કે, જો તમે હવે મને હેરાન કરવાનું બંધ નહી કરો તો હું પણ રાજપૂત છું અને હું તમને ખતમ કરી દઇશ.”.

  કંગનાએ કહ્યુ કે, તેની ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનનું સર્ટિફિકેટ પણ મળી ગયું છે. પાંચ ઇતિહાસકારોએ આ ફિલ્મ જોઇ છે અને તેમણે પણ કોઇ વાંધો નથી ઉઠાવ્યો.

  કરણી સેનાને આ વિશે જાણ કરી દેવામાં આવી છે. આમ છતાંય તેઓ સતત મને આ ફિલ્મને લઇને પરેશાન કર્યા કરે છે પણ જો તેઓ હવે મને હેરાન કરવાનું બંધ નહી કરે તો હું કરણી સેનાનાં દરેક વ્યક્તિનો નાશ કરી દઇશ”.

  મણીકર્ણિકા ફિલ્મ ઝાંસીની રાણી લક્ષ્મીબાઇનાં જીવન પર આધારિત છે. ઝાંસીની રાણીએ 1857માં ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે બળવામાં ભાગ લીધો હતો. તેની વાત આ ફિલ્મમાં વણી લેવામાં આવી છે.

  એક અહેવાલ પ્રમાણે, મહારાષ્ટ્રની કરણી સેનાએ આ ફિલ્મને લઇને ફિલ્મ નિર્માતાઓને લખીને એવી ચીમકી આપી હતી કે, આ ફિલ્મમાં ઝાંસીની રાણીને અયોગ્ય રીતે રજૂ કરવામાં આવી હશે તો તેઓ તેનો વિરોધ કરશે અને તેના પરિણામ ભોગવવા માટે તૈયાર રહે.”.

  અત્રે એ ઉલ્લેખનીય છે કે, કરણી સેનાએ સંજય લીલા ભણસાલીની પદ્માવત ફિલ્મનો પણ જોરશોરથી વિરોધ કર્યો હતો. આ મામલે, સંજય લીલા ભણશાલીનાં સેટ પર હુમલો પણ કર્યો હતો.
  Published by:Vijaysinh Parmar
  First published: