મુંબઇ: બિપાશઆ બાસુ અને કંગના રનૌટે પંજાબ નેશનલ બેંકમાં 11,400 કરોડ રૂપિયાનાં ઘોટાળાનાં મુખ્ય આરોપી નીરવ મોદીનાં સંબંધીઓ અને જ્વેલરી બ્રાન્ડનાં માલિક મેહૂલ ચોકસી પર તેમની એડનાં પૈસા ન ચૂકવવાનો આરોપ લગાવ્યો છે અને તેમનાં કરાર તોડવાનો પણ આરોપ લગાવ્યો છે.
નક્ષત્ર અને ગિતાજલિ જેમ્સ બ્રાન્ડ છે. અને બિપાશા અને કંગના તેમની જ્વેલરી માટે એડ પણ કરી ચુક્યા છે. આ એડ માટે તેમને કોઇ જ રકમ ચુકવવામાં આવી નથી. એટલું જ નહીં બાદમાં તેમણે સામેથી જ કરાર તોડી નાખ્યાનો આરોપ બિપાશા બાસુએ લગાવ્યો છે.
આપને જણાવી દઇએ કે કંગના રનૌટ પહેલી વખત વર્ષ 2016માં આ એડમાં નજર આવી હતી. અન બિપાશા બાસુ ગિતાજલિની એડ ઘણાં વર્ષો કરી ચૂકી છે. કંગના ઉપરાંત કેટરિના કૈફ અને ઐશ્વર્યા રાય બચ્ચન પણ આ એડને એન્ડોર્સ કરી ચૂક્યા છે.
મેહૂલ ચોક્સીની બ્રાન્ડે બિપાશાનો કોન્ટ્રાક્ટ તોડી દીધો હતો છતા પણ તે તેનાં ફોટાઓનો યુઝ કરતો હતો. તો કંગનાએ બ્રાન્ડનું એન્ડોર્સમેન્ટ કર્યુ હોવા છતાં તેને તેનું વેતન ચુકવવામાં આવ્યુ ન હતું. જે માટે આ બંને એક્ટ્રેસે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ પહેલાં પ્રિયંકા ચોપરાએ નીરવ મોદી સાથેનાં તેનાં તમામ કરાર તોડીને તેની બાકી રહેતી રકમ વસુલવા કાયદાકીય નોટિસ ફટકારી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર