Home /News /entertainment /બાંધણીની સાડી પહેરી એરપોર્ટ પર પહોંચી કંગના રનૌટ, લોકોએ કહ્યું, 'મો ના ખોલે તો..'
બાંધણીની સાડી પહેરી એરપોર્ટ પર પહોંચી કંગના રનૌટ, લોકોએ કહ્યું, 'મો ના ખોલે તો..'
(photo credit: instagram/@kanganaranaut)
કંગના રનૌટનાં એરપોર્ટ વાળા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ છે, જેમાં તે પીળા રંગની સાડી (Kangana Ranaut Yellow Saree Look)માં નજર આવી રહી છે. કંગનાનો આ લૂક ફેન્સની વચ્ચે ખુબ પસંદ થઇ રહ્યો છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કંગના રનૌટ (Kangana Ranaut)નું ચર્ચામાં રહેવું સામાન્ય વાત છે. તે તેની ફિલ્મ કરતાં વધારે તેનાં નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. હવે એક્ટ્રેસે તેનાં એરપોર્ટ લૂકનાં (Kangana Ranaut Airport Look)ને કારણએ ચર્ચામાં છે. કંગનાનો એરપોર્ટ વાળો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે પીળા રંગની સાડી (Kangana Ranaut Yellow Saree Look)માં નજર આવી રહી છે. કંગનાનો આ લૂક ફેન્સની વચ્ચે ખુબજ પસંદ થઇ રહ્યો છે. ઘણાં યૂઝર્સ કમેન્ટ કરી રહ્યાં છે અને તેનાં આ લૂકનાં વખાણ કરી રહ્યાં છે.
વીડિયોમાં કંગનાએ પીળા રંગની બાંધણી પહેરી છે. તેણે સાથે યલો રંગનો બેકલેસ બ્લાઉઝ અને હાઇ હીલ્સ પહેરી છે. જેમાં તે ઘણી જ બોલ્ડ નજર આવી રહી છે. માસ્ક ન પહેરવા પર કેટલાંક લોકો તેને ટ્રોલ કરી રહ્યાં છે. આ વીડિયોમાં પહેલાં તેણે માસ્ક પહેરેલું હતું બાદમાં ફોટોગ્રાફરને પોઝ આપતા સમયે તેણે માસ્ક ઉતાર્યું હતું.
ઘણાં યૂઝરે કમેન્ટ કરતાં કંગનાનાં વખાણ કર્યા હતાં તો કેટલાંકે તેને માસ્ક ઉતરાવા બાબતે નિશાને લીધી હતી. એક યૂઝરે કમેન્ટ કરાં લખ્યું હતું કે, 'કંગના સાડીમાં ઘણી સુંદર લાગે છે.' તો અન્ય એકે લખ્યું હતું કે, 'આપ દરેક રીતે ક્વીન છો.' તો માસ્ક પર કમેન્ટ કરતાં એકે કહ્યું કે, 'માસ્ક ખરીદી લીધુ મેડમ.' તો એકે કંગનાનાં નિવેદન કરવાની ટેવ પર નિશાન સાધ્યું છે. તેણે લખ્યું છે 'મો ના ખોલે તો સારી લાગે છે..'
આપને જણાવી દઇએ કે, હાલમાં કંગનાનાં માસ્ક ન પહેરવા પર સામાન્ય લોકોનાં જ નહીં પણ સેલિબ્રિટીઝની પણ કમેન્ટ્સ આવી રહી છે. સુયશ રાયે કંગનાનાં માસ્ક ન પહેરવા પર નિશાન સાધ્યું હતું અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. તો કંગનાએ વીડિયો પર કિશ્વર મર્ચન્ટ પર કમેન્ટ કરી હતી કે, 'તે ક્યારેય માસ્કમાં નજર આવતી નથી કે ન ક્યારેય તેનાં હાથમાં માસ્ક હોય છે, કેમ?'
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર