Home /News /entertainment /હવે લગ્ન કરીને માતા બનવા ઇચ્છે છે કંગના રનૌત, એક્ટ્રેસે જણાવ્યુ કેવા વ્યક્તિની શોધમાં છે

હવે લગ્ન કરીને માતા બનવા ઇચ્છે છે કંગના રનૌત, એક્ટ્રેસે જણાવ્યુ કેવા વ્યક્તિની શોધમાં છે

લગ્ન કરીને માતા બનવા ઇચ્છે છે કંગના રનૌત

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) તેના અભિનય કરતાં વધુ તેની કોન્ટ્રોવર્સીસને કારણે પ્રખ્યાત છે. 'કોન્ટ્રોવર્સી ક્વીન' 23 માર્ચે તેનો 35મો જન્મદિવસ ઉજવશે. જો કે, તેના જન્મદિવસની ઉજવણી પહેલા, અમે તમને અભિનેત્રીની ભાવિ યોજનાઓ વિશે જણાવીશું, જે તેણે પોતે જ જાહેર કરી હતી.

વધુ જુઓ ...
  બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત તેના અભિનય કરતાં વધુ તેના કોન્ટ્રોવર્સી માટે માટે પ્રખ્યાત છે. કંગના દરરોજ પોતાના નિવેદનોને લઈને ચર્ચાનો વિષય બને છે. જો કે એક્ટ્રેસની સૌથી મોટી ક્વોલિટી એ છે કે તે પોતાના વ્યસ્ત શેડ્યૂલમાં પણ પોતાના પરિવાર માટે સમય કાઢે છે. તે તેના અંગત જીવન પર પણ હૃદયસ્પર્શી શબ્દો શેર કરવામાં ક્યારેય અચકાતી નથી. આવી સ્થિતિમાં, એક સમયે અભિનેત્રીએ તેના લગ્નને લઇને કેટલાક ફની ખુલાસા કર્યા હતા, જેની ચર્ચા આજે પણ થાય છે.

  કંગના રનૌતે 18 વર્ષની ઉંમરે અનુરાગ બાસુની ફિલ્મ ગેંગસ્ટરથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ત્યારથી લઈને અત્યાર સુધીની તેની લાંબી કારકિર્દીમાં કંગનાએ 'તનુ વેડ્સ મનુ', 'ક્રિશ 3' અને 'ક્વીન' જેવી ફિલ્મો કરી છે અને ચાર વખત નેશનલ એવોર્ડ પણ જીતી ચૂકી છે. તમને યાદ કરાવીએ કે કંગનાને તેની ફિલ્મ ‘ફેશન’ માટે 2008માં પહેલો નેશનલ એવોર્ડ મળ્યો હતો. તે પછી 2014 માં, તેને તેની ફિલ્મ "ક્વીન" માટે બીજો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો, જે શ્રેષ્ઠ અભિનેત્રીનો હતો. 2015માં કંગનાને ‘તનુ વેડ્સ મનુ’ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો. 2021 માં 'મણિકર્ણિકા: ધ ક્વીન ઑફ ઝાંસી' અને 'પંગા' માટે શ્રેષ્ઠ અભિનેત્રીના એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.

  આ પણ વાંચો - The Kashmir Files ને લઈને રાજસ્થાનના આ શહેરમાં 144 લાગુ, 21 એપ્રિલ સુધી આટલી પ્રવૃતિઓ પર હશે પ્રતિબંધ

  તમને જણાવી દઈએ કે 'કોન્ટ્રોવર્સી ક્વીન' કહેવાતી કંગના 23 માર્ચે પોતાનો 35મો જન્મદિવસ ઉજવશે. કંગનાનો જન્મ 23 માર્ચ 1987ના રોજ હિમાચલ પ્રદેશમાં થયો હતો. કંગના ફિલ્મોની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર તેના સોશિયલ એકાઉન્ટ પર તેના પરિવારની તસવીરો શેર કરે છે અને તેના પ્રોજેક્ટ્સ અને અન્ય બાબતોને અપડેટ કરતી રહે છે. કંઈક આવું જ વર્ષ 2021 માં, જ્યારે તેને ઇન્ટરવ્યૂ દરમિયાન આગામી 5 વર્ષ માટે તેની યોજનાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે અભિનેત્રીએ કહ્યું હતું કે તે આગામી પાંચ વર્ષમાં પોતાને એક પત્ની અને માતા તરીકે જોવા માંગે છે.

  અભિનેત્રીએ 'ટાઈમ્સ નાઉ સમિટ 2021'માં કહ્યું હતું કે આવનારા 5 વર્ષમાં હું ચોક્કસપણે લગ્ન કરવા અને બાળકો પેદા કરવા ઈચ્છું છું. જોકે, જ્યારે તેને તેના પાર્ટનર વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, ટૂંક સમયમાં જ ખબર પડી જશે.

  તમને યાદ કરાવી દઈએ કે ગયા વર્ષે જ્યારે કંગના તેની ફિલ્મ 'થલાઈવી'ના પ્રમોશન માટે કપિલ શર્માના શોમાં પહોંચી હતી. ત્યારે પણ અભિનેત્રીએ તેના જીવન સાથી વિશે રમુજી વાતો કહી હતી. તેણે કહ્યું કે તેને કેવો બોયફ્રેન્ડ જોઈએ છે.

  આ પણ વાંચો - પાન નલિનની ગુજરાતી ફિલ્મ 'Last Film Show' આંતરરાષ્ટ્રીય સિનેમાઘરોમાં મચાવી રહી છે ધૂમ

  શોમાં કપિલ શર્માએ કંગનાને બે પ્રકારના ઓપ્શન આપ્યા હતા જેમાં 'ઈલેન્ટ' અને 'ટોકિંગ' સામેલ છે. તે દરમિયાન કંગનાએ કહ્યું હતું કે તેને એક એવા બોયફ્રેન્ડની જરૂર છે જે મૌન રહેતો હોય કારણ કે તેને બોલવાનું પસંદ છે અને જે લોકો તેને સાંભળે છે તે ખૂબ સારા છે. બાદમાં કપિલે તેને પૂછ્યું કે તેને ખર્ચાળ બોયફ્રેન્ડ જોઇએ છે કે કંજૂસ. કંગનાએ કહ્યું, 'કંજૂસ, કારણ કે મારે ખર્ચ કરવો પડશે.' અભિનેત્રીએ એમ પણ કહ્યું કે તેનો બોયફ્રેન્ડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો હોય કે રાજકારણનો. ફક્ત હૃદયથી હૃદયનું જોડાણ હોવું જોઈએ.
  Published by:Bhavyata Gadkari
  First published:

  Tags: Kangana ranaut

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन