સોનૂ સૂદનાં કોરોના નેગેટિવ થવા પર કંગના રનૌટે ટ્વિટ કર્યુ, રિએક્શન VIRAL

(photo credit: instagram/@sonu_sood /@kanganaranaut)

સોનૂ સૂદ (Sonu Sood)એ તેની એક તસવીર શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે, 'કોરોના વાયરસ માટે ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.' તેની આ ટ્વિટ પર હવે કંગના રનૌટ (Kangana Ranaut)એ પણ પ્રતિક્રિયા આપી છે. કંગના રનૌટે ટ્વિટમાં સોનૂ સૂદનાં ઠીક થવાની ક્રેડિટ ભારતમાં બનેલી વેક્સીનને આપી છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર સોનૂ સૂદ (Sonu Sood) એ હાલમાં તેનાં ફેન્સને જણાવ્યું હતું કે, તે કોરોના સંક્રમિત છે. પણ એક અઠવાડિયાથી વધુ સમય સુધી તે મહામારી તેને પરેશાન ન કરી શકી. સોનૂ સૂદે ગત શુક્રવારે જ એક ટ્વિટ દ્વારા તેનાં ફેન્સને જણાવ્યું હતું કે, તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ (Sonu Sood COVID Report) આવ્યો છે. સોનૂ સૂદે તેની એક તસવીર શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે, 'કોરોના વાયરસ માટે ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ' તેમની આ ટ્વિટ પર હવે કંગના રનૌટે પણ પ્રતિક્રિયા આપી છે.

  કંગના રનૌટે તેની ટ્વિટમાં સોનૂને જલ્દી જ ઠીક થવા પર સંપૂર્ણ ક્રેડિટ ભારતમાં બનેલી વેક્સીનને આપી છે. અને કહ્યું છે કે, સોનૂ ભારતમાં બનેલી વેક્સીન લગાવવાને કરાણે આટલી જલદીસાજો થઇ ગયો છે. તે લખે છે કે, 'સોનૂ જી, આપે કોવિડ વેક્સીનનો પહેલો ડોઝ લઇ લીધો છે. અને હું જોઇ રહી છું કે આપ ખુબજ ઝડપથી ઠીક થઇ રહ્યાં છો.

  કદાચ આપ ભારતમાં બનેલી વેક્સીન અને તેનાં પ્રભાવનાં વખાણ કરવાં ઇચ્છો છો, જેથી લોકોને પણ વેક્સીન લેવા માટે પ્રોત્સાહિત કરી શકાય.'  આપને જણાવી દઇએ કે, સોનૂ સૂદે 17 એપ્રિલનાં જ કોરોના વાયરસથી સંક્રમિત થવાની ખબર ફેન્સ સાથે શેર કરી હતી. ખાસ વાત તો એ છે કે, એક્ટરને વાયરસથી સંક્રમિત થયાનાં 10 દિવસ પહેલાં જ વેક્સીન લીધી હતી. જેથી સંક્રમણની ચેપટમાં આવવાં છતાં તે સ્વસ્થ હતો અને સતત જરૂરતમંદોની મદદ કરી રહ્યો હતો.

  આપને જણાવી દઇએ કે, કોરોનાની બીજી લહર ઝડપથી આખા દેશને ચપેટમાં લઇ રહી છે. ખાસ કરીને, મહારાષ્ટ્રામાં ઝડપથી મહામારી પસરી રહી છે. દરરોજ મહામારીથી સંક્રમિત થયાનાં લાખો દર્દીઓનાં આંકડા સામે આવી રહ્યાં છે.
  Published by:Margi Pandya
  First published: