Home /News /entertainment /

Kangana vs Shiv Sena :ઓફિસથી પરત આવી કંગનાએ કરી પહેલી ટ્વિટ, 'હર હર મહાદેવ'

Kangana vs Shiv Sena :ઓફિસથી પરત આવી કંગનાએ કરી પહેલી ટ્વિટ, 'હર હર મહાદેવ'

કંગના રનૌટ પોતાની ઓફિસ જોયા બાદ પરત ફરતા સમયની તસવીર

Kangana Ranaut vs Shiv Sena Live Update: બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌટ મુંબઇમાં 14 સ્પટેમ્બર સુધી રહેશે. તેનાં અને મહારાષ્ટ્રનાં સત્તારૂઢ દળ શિવસેનામાં સતત વિવાદ વધી રહ્યો છે, અહીં વાંચો સંપૂર્ણ અપડેટ

   મુંબઇ: બૃહન્મુંબઇ મહાનગર પાલિકા (BMC)એ બુધવારે કંગના રનૌટ (Kangna Ranaut)નાં બાન્દ્રા સ્થિત બંગલાનાં કથિત રીતે ગૈરકાયેદસર ભાગને તોડી પાડ્યો છે. જે બાદ કંગનાનાં મુંબઇ આવ્યા પર તેણે સોશિયલ મીડિયા પર ટ્વિટ અને વીડિયો દ્વારા શિવસેના તથા મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) વિરુદ્ધ વાક યુદ્ધ છેડી દીધુ છે. તેનાં બંગલાને 'રામ મંદિર' અને પોતાને છત્રપતિ શિવાજીની દીકરી ગણાવી છે. જે બાદથી કંગનાને સોશિયલ મીડિયા પર ખુબજ સમર્થન મળી રહ્યું છે. જોકે સત્તારૂઢ દળ શિવસેનાનાં પણ સોશિયલ મીડિયા પર ભારે સમર્થકો છે.

  આપને જણાવી દઇએ કે, હાલમાંજ કંગનાને Y પ્લસ સુરક્ષા મળી છે. તે મુંબઇ એરપોર્ટની બહાર તે Y પ્લસ સુરક્ષા સાથે નીકળી હતી તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઇ રહ્યો છે. તો એરોપર્ટ પર શિવસેના દ્વારા કંગનાનાં કાળા ઝંડા ફરકાવી વિરોધ કરવામાં આવ્યો હતો જ્યારે કંગનાનાં સમર્થકોએ શિવસેનાનો વિરોધ કર્યો હતો. કરણીસેનાનાં કાર્યકર્તાઓ પણ કંગનાનાં સમર્થનમાં ઉતર્યા હતાં.

  કંગનાએ શિવસેનાનાં મુખ્યમંત્રી ઠાકરેને સંબોધતા કહ્યું હતું કે, 'ઉદ્ધવ ઠાકરે, તને શું લાગે છે, તે ફિલ્મ માફિયાની સાથે મળીને મારું ઘર તોડ્યુ છે તો મારાથી મોટો બદલો લઇ લીધો છે.. .આજે મારું ઘર તુટ્યું છે.. કાલે તારો ઘમંડ તુટશે. આ સમયનું ચક્ર છે.. યાદ રાખજે, હમેશાં એક જેવું નથી રહેતું.' હાલમાં પણ કંગના મુંબઇમાં જ છે અને બંને પક્ષોમાં વાક યુદ્ધ ચાલુ છે. જાણો આ કેસની પળ પળની અપડેટ

  આ પણ વાંચો- અંકિતાએ તેને 'વિધવા' કહેનારી રિયાને લીધી આડે હાથે, પ્રેમ હતો તો ડ્રગ્સ કેમ લેવા દેતી'તી

  LIVE UPDATES:     • સમિતા શેટ્ટી આવી કંગના રનૌટનાં સપોર્ટમાં કહ્યું આ લોકતંત્રની હત્યા છે    • કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે મુંબઇમાં કંગના રનૌટનાં ઘરે પહોચ્યા, આ મામલાની શરૂઆતથી જ પાર્ટી RPI કંગનાને સપોર્ટ કરી રહી છે.   • પોતાની ઓફિસમાં તોડફોડની તપાસ કરી કંગના તેનાં ઘરે પરત ફરી છે. બોમ્બે હાઇકોર્ટમાં સુનાવણી ટાળ્યાં બાદ કંગના ગુરુવારે તેનાં ઘરેથી નીકળીને તેમની ઓફિસનો હાલ જોવા ગઇ હતી.

   • બોમ્બે હાઇકોર્ટમાં સુનાવણી ટળ્યા બાદ કંગના ગુરૂવારે ઘરેથી નીકળી તેનાં ઓફિસનો હાલ જોવા જોવા ગઇ હતી. કંગનાએ ત્યા તેને તોડફોડ પર નજર કરી.

   • મુંબઇમાં કંગના રનૌટ પર FIR દાખલ થઇ ગઇ છે. તેનાં પર CM ઉદ્ધવ ઠાકરે અંગે અભદ્ર ભાષાનાં ઉપયોગનો આરોપ છે. ઉલ્લેખનીય છે કે, ઉદ્ધવ ઠાકરે અંગે કંગના બે દિવસથી હુમલો કરી રહી છે. તેણે પહેલાં ટ્વિટ કરી અને બાદમાં વીડિયો જાહેર કરીને તેમનો ઘમંડ તુટવા અંગે નિવેદન આપ્યું હતું


  • કંગનાએ બાબરી વિદ્વંશ સાથે જોડાયેલાં એક ટ્વિટને રિટ્વિટ કર્યું છે અને સાથે જ લખ્યું છે.. હા હા હા.. આ મિમ સારુ છે.

  • બીજા દિવસે ઘરની બહાર નીકળી રંગોલી, ભારે સુરક્ષા વ્યવસ્થાનું હતું ઇન્તઝામ   કંગનાનાં ઘરની બહાર ભારે સિક્યોરિટી સાથે તેની બહેન રંગોલી

  • કંગના રનૌટની ઓફિસ પર BMCની કાર્યવાહીનો લોકોએ સોશિયલ મીડિયા પર કર્યો ખુબ વિરોધ. યૂઝર્સ ખુલીને મહારાષ્ટ્રનાં CM ઉદ્ધવ ઠાકરેની મજાક ઉડાવી રહ્યાં છે

  • કંગના રનૌટનાં સપોર્ટમાં આવ્યાં ઇન્ડિયન ફિલ્મ એન્ડ ટેલીવિઝન અસોસિએશનનાં ડિરેક્ટર અશોક પંડિત. કંગનાનાં કશ્મીરી પંડિતોનાં નિવેદન માટે આભાર માન્યો.

  • કંગનાએ ટ્વિટ કરી છે કે, હું આ વાતને વિશેષ રૂપથી સપષ્ટ કરવાં ઇચ્છુ છુ કે, મહારાષ્ટ્રનાં લોકો સરકાર દ્વારા કરવામાં આવેલી ગુંદાગર્દીની નિંદા કરે છે. મારા મરાઠી શુભચિંતકોનાં ઘણાંનાં ફોન આવી રહ્યાં છે દુનિયા કે હિમાચલનાં લોકોનાં દિલમાં જે દુખ્યા છે તેઓ તે જરાં પણ ન વિચારે કે, મને અહીં પ્રેેમ અને સમ્માન નથી મળી રહ્યું   • કંગનાએ વધુ એક ટ્વિટમાં કહ્યું કે, જે વિચાર ધારા પર શ્રી બાળા સાહેબ ઠઆકરેએ શિવસેનાનું નિર્માણ કર્યું હતું આજે તેઓ સત્તા માટે તે વિચારધારાને વેચીને શિવસેનાથી સોનિયા સેના બની ચુક્યા છે. જે ગુંડાઓ મારી પાછળ મારું ઘર તોડ્યું છે તેમને સિવિક બોડી ન કહો, સંવિધાનનું આટલું મોટુ અપમાન ન કરો.  • મેટ્રો બનાવવાં અંગે એક ટ્વિટનાં જવાબમાં કંગનાએ કહ્યું કે, ચૂંટણી હાર્યા બાદ શિવસેનાએ બેશર્મીથી પોતાને સોનિયા સેનામાં તબદિલ કરી છે

  • BMCનાં એક વરિષ્ટ અધિકારીએ કહ્યું કે, કંગનાનાં ઘર પૃથક વાસનાં નિયમથી છૂટ માંગી કરે છે. ઓનલાઇન આવેદન કર્યું હતું કે, તે અહીં નાની મુસાફરી તરીકે આવી હતી, અધિકારીઓએ કહ્યું કે, 'તે ત્યાં એક અઠવાડિયાથી ઓછા સમયમાં રહેવાની છે તેથી તેને અલ્પકાલિક આગંતુક શ્રેણી હેઠળ છૂટ મળી છે.' BMC અધિકારીઓએ કહ્યું કે, કંગના 14 સપ્ટેમ્બરથી મુંબઇ પરત જશે.

  • આ પણ વાંચો-રેપર રફતારને થયો કરોના, રિપોર્ટ જોઇને બોલ્યો- 'કદાચ ટેક્નિકલ ગડબડ છે'

  • BMCએ કંગનાને 14 દિવસનાં ક્વૉરંટિન માંથી પણ છૂટ આપી છે. નિયમ અનુસાર રાજ્ય બહારથી આવનારા લોકોએ નિયમાનુસાર, ક્વોરન્ટિનમાં રેહવું જરૂરી છે.

  • આ પણ વાંચો-  SSR Case: રિયા ચક્રવર્તીએ ભાયખલા જેલમાં ચટાઈ પર સૂઈને પસાર કરી પહેલી રાત, રાત્રે ખાધું આ ભોજન

  • અન્ય એક પોસ્ટમાં કંગના લખે છે, 'ઉદ્ધવ ઠાકરે અને કરન જોહર ગ્રુપ. તેમને પહેલાં મારા કામની જગ્યા તોડી, હવે મારું ઘર તોડી રહ્યાં છે અને પછી મારો ચહેરો અને શરીર તોડે. હું જોા માંગીશ કે, આપ લોકો ક્યાં સુધી જશો. હું રહું કે ન રહું હું સૌનું સત્ય સામે લાવીશં.'

  Published by:Margi Pandya
  First published:

  Tags: Entertainment, Kangana ranaut, Photos, Shiv sena, Tweet, Twitter, Uddhav thackeray, Video, બોલીવુડ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन