Home /News /entertainment /કંગના રનૌત ટ્વિટ કરી કહ્યું કે, તેની માતા રોજ 7-8 કલાક ખેતી કરે છે

કંગના રનૌત ટ્વિટ કરી કહ્યું કે, તેની માતા રોજ 7-8 કલાક ખેતી કરે છે

કંંગનાએ તેની માતાનો ખેતી કરતો ફોટો શેર કરી કર્યા વખાણ

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે હાલમાં જ એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે તેની માતાના વખાણ કર્યા છે. કંગનાએ કહ્યું છે કે, તેની માતા દિવસમાં 7-8 કલાક ખેતી કરે છે. આ સાંભળીને ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે અને કંગનાની માતાના વખાણ કરતા જોવા મળે છે.

વધુ જુઓ ...
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત હંમેશા સોશિયલ મીડિયા પર કોઈને કોઈ પોસ્ટ શેર કરતી રહે છે. જોકે, મોટા ભાગે તે દેશના મુદ્દાઓ વિશે વાત કરતી રહેતી હોય છે, તો ક્યારેક તેમા આગ ચાંપવાનું પણ કામ કરતી હોય છે, પરંતુ કેટલીકવાર અભિનેત્રી ફેન્સને તેના અંગત જીવનનો પણ પરિચય કરાવે છે. હાલમાં જ કંગના રનૌતે તેના જીવનના સૌથી નજીકના વ્યક્તિનો લેટેસ્ટ ફોટો શેર કર્યો છે. આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ તેની માતા છે. ફોટોની સાથે કંગનાએ તેની માતાના વખાણમાં કેટલીક વાતો પણ કહી છે.

કંગનાએ ટ્વિટર પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તેની માતા ખેેતરમાં ખેતી કરવા જોવા મળે છે. જોકે, આ ફોટો શેર કરી તેણે કેપ્શનમાં લખ્યું છે કે, 'આ મારી માતા છે જે દરરોજ 7-8 કલાક ખેતી કરે છે. ઘણીવાર લોકો ઘરે આવે છે અને મને કહે છે કે, અમારે કંગનાની માતાને મળવું છે. ત્યારે તે ખૂબ નમ્રતા સાથે,  તેના હાથ ધોઈને ચા-પાણી આપે છે અને કહે છે કે, હું તેની માતા છું. ત્યારે લોકોની આંખો ફાટી જતી હોય છે.



કંગનાએ આગળ કહ્યું- 'એકવાર મેં તેને કહ્યું કે ઘરમાં આટલા બધા લોકો આવે છે, દરેક માટે ચા અને ખાવાનું જાતે જ બનાવવાની શું જરૂર છે, તેણે કહ્યું ના દીકરા, અમે ભાગ્યશાળી છીએ કે, અમે તેમની સેવા કરી શકીએ છીએ જેઓ તને ખૂબ ચાહતા હોય છે. . ધન્ય છે મારી મા અને તેનું પાત્ર.' વધુમાં કંગનાએ તેની માતાની ફરિયાદ વિશે પણ જણાવ્યું. તેણે કહ્યું કે, 'ફક્ત એક જ ફરિયાદ છે, તે ફિલ્મના સેટ પર આવવા માંગતી નથી, બહારનું ખાવા માંગતી નથી, ઘરનું ભોજન જ ખાશે, મુંબઈમાં રહેવા માંગતી નથી, વિદેશ જવા નથી માંગતી. અને જો તેના પર દબાણ કરીએ તો બહુ ઠપકો મળે. જોકે, તેના ચરણોમાં રહેવુ હોય તો પણ કેવી રીતે રહીએ?

આ પણ વાંચો : નસીરુદ્દીન શાહે બોલિવૂડ પર કટાક્ષ કરતા કહ્યું, 'સાઉથ કમસે કમ ઓરિજિનલ કન્ટેન્ટ તો આપે છે'

કંગના રનૌત તેની માતાનું ખૂબ સન્માન કરે છે, અને તેને ખૂબ પ્રેમ કરે છે. તે સોશિયલ મીડિયા પર તેની માતા સાથે ફોટા શેર કરતી રહે છે, અને દરેક વસ્તુ માટે તેણીનો આભાર માને છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કંગના રનૌત છેલ્લે વર્ષ 2022માં આવેલી ફિલ્મ ધાકડમાં જોવા મળી હતી. આ ફિલ્મને તેને ફેન્સ તરફથી સારો પ્રતિસાદ મળ્યો નથી. જોકે, આગામી દિવસોમાં તે તેજસ, ટીકુ વેડ્સ શેરુ, ચંદ્રમુખી 2 અને ઈમરજન્સીમાં જોવા મળશે.
First published:

Tags: Bollywood actress, Kangna Ranaut, Tweet