Home /News /entertainment /Kangana on Bharat Bandh: કંગના રનૌટે ભારત બંધ વિરુદ્ધ કરી ટ્વિટ, બોલી, 'તોફાનોની કમી નથી આ કસ્તીમાં'

Kangana on Bharat Bandh: કંગના રનૌટે ભારત બંધ વિરુદ્ધ કરી ટ્વિટ, બોલી, 'તોફાનોની કમી નથી આ કસ્તીમાં'

કંગના રનૌટ, એક્ટ્રેસ

કંગના રનૌટ (Kangana Raunat)એ ભારત બંધ પર તેની ટ્વિટમાં સદગુરુનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે પ્રોટેસ્ટ અંગે વાત કરતી નજર આવે છે.

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ (Bollywood) એક્ટ્રેસ કંગના રનૌટ (Kangana Ranaut) સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રેહ છે. તેની ટ્વિટ્સ ઘણી વખત સોશિયલ મીડિયા (Social Media) પર હંગામો મચાવી દે છે. ગત કેટલાં દિવસોથી ચાલી રહેલાં ખેડૂત આંદોલન (Farmer Protest) અંગે તે ઘણી જ એક્ટિવ છે. અને સતત ખએડૂતોને આ આંદોલનનો વિરોધ કરી રહ્યાં છએ. હવે જ્યારે આજે ખેડૂતોએ ભારત બંધ કરી દીધુ છે તો, તેણે ભારત બંધ વિરુદ્ધ ટ્વિટ કરી છે. જે ઘણી જ વાયરલ થઇ રહી છે. કંગના રનૌટે તેની ટ્વિટમાં સદગુગરુનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તે પ્રોટેસ્ટ અંગે વાત કરતી નજર આવે છે.

કંગના રનૌટ (Kangana Ranaut)નાં એક વીડિયોને ટ્વિટ કરતાં તે લખે છે કે, 'આવો, ભારત બંધ કરી દઇએ, આમ તો તોફાનોની કમી નથી આ હોળીને.. પણ લાઓ કુલાડી થોડા કાંણા કરી દીએ, રહી રહીને દરરોજ મરે છે જે આશા અહીં.. દેશભક્તોને કહો પોતાનાં માટે દેશનો એક ટુકડો પણ તમે માંગી લો, આવી જાઓ રસ્તા પર અને તમે પણ ધરણા કરો, ચાલો આજે આ કિસ્સો જ પૂર્ણ કરો.'



કંગનાની આ ટ્વિટ ઘણી જ વાયરલ થઇ રહી છે. કંગનાનાં સપોર્ટર્સ તેનાં સપોર્ટમાં છે તો કેટલાં તેની આ ટ્વિટની આલોચના પણ કરી રહ્યાં છે.

આપને જણાવી દઇએ કે, કંગના ખેડૂત આંદોલન પર તેની એક ટ્વિટને કારણે વિવાદોમાં ફસાઇ ગઇ હતી જેમાં કંગનાએ ધરણામાં આવેલી એક વૃદ્ધ મહિલાને 100 રૂપિયા રોજના લઇને આંદોલન કરતી જણાવી હતી. કંગનાએ કહ્યું હતું કે, જે દિવસે શાહીન બાગની જેમ આ ધરણાનાં એ રહસ્ય ખુલશે તો હું એક શાનદાર સ્પિચ લખીશ અને તમારા લોકોનું મુહ કાળું કરીશ. આ ટ્વિટ ઘણી વાયરલ થઇ રહી છે. જે બાદ કંગનાએ આ ટ્વિટને ડિલીટ કરી નાંખી હતી.

આ ટ્વિટ અંગે પંજાબી કલાકારોએ કંગનાએ ઘણાં નિશાના સાધ્યા હતાં. દિલજીત દોસાંજ અને હિમાંશી ખુરાનાએ સોશિયલ મીડિયા પર કંગનાની આલોચના કરી હતી.
First published:

Tags: Bharat Bandh, Farmer Protest, Kangana ranaut

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો