નવી દિલ્હી: બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌટ (Kangana Ranaut) અને સુપરસ્ટાર રિતિક રોશન (Hrithik Roshan)નું ચેપ્ટર સોમવારે ફરી એક વખત ખુલી ગયુ છે. ખરેખરમાં રિતિક રોશનની FIR જે તેણે વર્ષ 2016માં દાખલ કરી કહતી. સાઇબર સેલથી ક્રાઇમ બ્રાન્ચ CIU (ક્રાઇમ ઇન્ટેલિજન્સ યૂનિટ)માં સ્થાનાંતરિત કરી દેવામાં આવી છે. આ FIRમાં રિતિક રોશને આરોપ લગાવ્યો હતો કે કંગના રનૌટનાં ઇમેઇલ IDથી તેને વર્ષ 2013-2014માં સેકંડો ઇમેઇલ્સ મળ્યાં હતાં.
ટાઇમ્સ નાઉ દ્વારા ચલાવવામાં આવેલાં આ સમાચાર પર પ્રતિક્રિયા આપતાં કંગનાએ એક ટ્વિટ કરી છે. આ ટ્વિટમાં કંગનાએ લખ્યું છે કે, 'તેની વાર્તા ફરી શરૂ થઇ ગઇ છે. અમારા બ્રેકઅપ અને તેમનાં (રિતિક) નાં છૂટાછેડાનાં ઘણાં વર્ષો બાદ પણ તે આગળ વધવા નથી ઇચ્છતો. જ્યારે હું મારા અંગત જીવનમાં કંઇ મેળવવાં હિંમત ભેગી કરુ છુ તો તે ફરીથી તે જ ડ્રામા શરૂ કરી દે છે. રિતિક ક્યાં સુધી રડીશ.. એક નાનકડાં અફેર માટે?'
His sob story starts again, so many years since our break up and his divorce but he refuses to move on, refuses to date any woman, just when I gather courage to find some hope in my personal life he starts the same drama again, @iHrithik kab tak royega ek chote se affair keliye? https://t.co/qh6pYkpsIP
આપને જણાવી દઇએ કે, જ્યારથી કંગના રનૌટ ટ્વિટર પર એક્ટિવ થઇ છે. તે સતત દરેક મુદ્દા પર ખુલીને પોતાનો મત જણાવતી નજર આવી રહી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તે તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'તેજસ' માટે હાલમાં કામ કરી રહી છે. આ ફિલ્મ માટે તે રવિવારનાં જ રક્ષામંત્રી રાજનાથ સિંહને મળી હતી. તેની ફિલ્મ 'તેજસ'ની સ્ક્રિપ્ટ તેને ભારતીય વાયુ સેના સાથે સંભળાવી હતી.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર