બ્રિટનની ક્વિનનાં વખાણ કરવાનાં ચક્કરમાં કંગનાએ કરી મહાત્મા ગાંધી વિશે શરમજનક વાત

કંગના રનૌટની બેબાક ટ્વિટ

કંગનાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, 'મહાત્મા ગાંધી પર તેમના જ બાળકોએ ખરાબ પિતા હોવાનો આક્ષેપ કર્યો છે. અનેક જગ્યાએ આ વાતનો ઉલ્લેખ છે કે તેમની પત્નીએ ઘરમાં આવેલા મહેમાનોના શૌચાલય સાફ કરવાની ના પાડી તો ગાંધીજીએ તેમને ઘરની બહાર કાઢી મૂક્યા હતા.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌટ (Kangana Ranaut) ફરી એક વખત તેનાં વિવાદાસ્પદ ટ્વિટને (Tweet) કારણે ચર્ચામાં આવી ગઇ છે. કંગનાએ આ વખતે ગાંધીજી પર વિવાદાસ્પદ ટ્વિટ કરી છે એટલું જ નહીં તેણે આ ટ્વિટમાં બ્રિટનની ક્વિન એલિઝાબેથનાં વખાણ કર્યા છે. કંગનાએ તેની ટ્વિટમાં મહાત્મા ગાંધીજીનાં (Mahatma Gandhi) એક સારા પિતા તથા પતિ હોવા પર પ્રશ્નો કર્યા છે.

  કંગનાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, 'મહાત્મા ગાંધી પર તેમના જ બાળકોએ ખરાબ પિતા હોવાનો આક્ષેપ કર્યો છે. અનેક જગ્યાએ આ વાતનો ઉલ્લેખ છે કે તેમની પત્નીએ ઘરમાં આવેલા મહેમાનોના શૌચાલય સાફ કરવાની ના પાડી તો ગાંધીજીએ તેમને ઘરની બહાર કાઢી મૂક્યા હતા. તે એક મહાન નેતા હતા, પરંતુ તે મહાન પતિ બની શક્યા નહોતા. જોકે, વાત જ્યારે એક પુરુષની આવે છે, ત્યારે દુનિયા માફ કરી દેતી હોય છે.'  અન્ય એક પોસ્ટમાં કંગનાએ કહ્યું હતું, 'છેલ્લાં થોડાં દિવસથી લોકો એક પરિવાર પર, એક તરફી વાતો સાંભળીનો ગોસિપ કરે છે, જજ કરે છે, ઓનલાઈન લિંચિંગ થઇ રહી છે. મેં ક્યારેય સાસ બહૂ ઔર સાજિશ જેવો ઈન્ટરવ્યૂ જોયો નથી, કારણ કે મને આ બાબતો ક્યારેય ઉત્સાહિત કરતી નથી. હું તો માત્ર એટલું જ કહેવા માગીશ કે આખી દુનિયામાં તે એક માત્ર મહિલા શાસક રહ્યાં છે.  વધુમાં કંગનાએ કહ્યું હતું, બની શકે કે એક આદર્શ સાસું/પત્ની/બહેન ના હોઈ શકે, પરંતુ તે એક મહાન રાણી છે. તેમણે પિતાના સપનાને આગળ વધાર્યું છે. તેમણે ક્રાઉન બચાવ્યો છે. આપણે જીવનની દરેક ભૂમિકાને પર્ફેક્શન સાથે નિભાવી શકીએ નહીં. ભલે આપણે તેમાં પર્યાપ્ત હોઈએ. તેમને રાણીની જેમ રિટાયર થવા દો.  હોલીવૂડ સ્ટાર ઓપ્રા વિન્ફ્રેની સાથે વાતચીતમાં મેગને જણાવ્યું હતું કે શાહી પરિવારની સાથે સમય વિતાવતા તેમને આત્મહત્યા કરવાના વિચાર આવતા હતા. તે જીવવા માંગતી જ ન હતી. તેમની સૌથી મોટી ભૂલ એ હતી કે તેણે શાહી પરિવાર ઉપર વિશ્વાસ કર્યો. શાહી પરિવારે વાયદો કર્યો હતો કે તેમને હંમેશા સુરક્ષિત રાખવામાં આવશે. પરંતુ એવું ક્યારેય ન થઈ શક્યું. એટલુ જ નહીં, હૈરીએ કહ્યું કે જો પ્રિસેંસ ડાયના આજે હોત તો શાહી પરિવારમાં જે થયું તેનાથી ખુબ જ દુઃખી થાત.
  Published by:Margi Pandya
  First published: