સુશાંત-સારાની Love Storyની વાત થતા કંગનાએ રિતિકને કર્યો યાદ, લોકોએ કરી TROLL

રિતિક-કંગના, સારા-સુશાંત (ફાઇલ ફોટો)

કંગના રનૌટે હાલમાં જ ટ્વિટ કરીને સુશાંત અને સારાની લવ સ્ટોરીનો ઉલ્લેખ કરતાં રિતિક રોશન (Hrithik Roshan)ને યાદ કર્યો હતો. કંગનાની આ ટ્વિટ પર હવે યૂઝર્સે તેને ટ્રોલ કરી છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં નિધન બાદથી તે સતત ચર્ચામાં છે. સુશાંત અને સારાનાં સંબંધ અંગે સુશાંતનાં ફ્લેટમેટ સૈમુઅલ હાઓકિપે જે દાવો કર્યો છે તે દાવાથી સૌ કોઇ આશ્ચર્યમાં છે. સુશાંત અને સારાને લઇને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચાઓ થઇ રહી છે. તેવામાં પંગા ક્વિન કંગના રનૌટે હાલમાં જ એક ટ્વિટ કરી છે જેમાં તેણે સુશાંત અને સારાની લવ સ્ટોરીનો ઉલ્લેખ કરતાં રિતિક રોશન (Hrithik Roshan)ને યાદ કર્યો છે.

  સુશાંત સિંહ રાજપૂતનાં ફ્લેટમેટ સૈમુઅલ હાઓકિપની પોસ્ટ બાદ ટ્વિટર પર એક યૂઝરે સારા અને સુશાંતનાં સંબંધ અંગે ટ્વિટ કરી હતી જેનાં ઉપર કંગનાએ ટ્વિટ કરી છે. તે લખે છે કે, 'હું માનુ છુ કે, સારાએ તેને પ્રેમ કર્યો હશે, તે (સુશાંત) પાગલ ન હતો. જે આ છોકરી સાથે પ્રેમ કરતો, જેનો પ્રેમ વાસ્તવિક ન હતો પણ થે દબાણમાં હશે. રિતિક રોશને જે મારી સાથે કર્યુ મે જાહેર કર્યું. તે જે તે સમયે સાચો હશે. મને આજે પણ તેનાં વિશે કોઇ જ સંદેહ નથી. પણ અચાનક તે આટલો વિરોધી કેવી રીતે થઇ ગયો. તે આજે પણ મારા માટે રહસ્ય છે. '  સુશાંત- સારાની પ્રેમ કહાનીનો ઉલ્લેખ કરતાં કરતાં કંગનાએ તેની લવ સ્ટોરી યાદ કરી. કંગનાની આ ટ્વિટને યૂઝર્સે ભારે ટ્રોલ કરી દીધી છે. યૂઝર્સ લખે છે કે, દરેક વાતમાં પોતાની કહાની કેમ જોડી દે છે.  આપને જણાવી દઇએ કે, સુશાંતનાં ફ્લેટમેટ સૈમુઅલ હાઓકિપે દાવો કર્યો છે કે, ફિલ્મ 'કેદારનાથ' દરમિયાન બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂતની લવ સ્ટોરી ઓન સ્ક્રીન હોવાની સાથે સાથે ઓફ સ્ક્રીન પણ ચાલી રહી હતી.  આ પણ વાંચો- સોનૂ સૂદ પાસે દરરોજ કેટલાં લોકો માંગે છે મદદ? પહેલી વખત જાહેર કર્યા આંકડા

  સૈમુઅલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેણે દાવો કર્યો હતો કે, સુશાંત અને સારામાં પ્રેમ હતો, પણ વર્ષ 2019માં આવેલી સુશાંતની ફિલ્મ 'સોનચિરૈયા' ફ્લોપ ગયા બાદ સારાએ સંબંધ તોડી નાખ્યા હતાં.
  Published by:Margi Pandya
  First published: