Home /News /entertainment /KANGANA ON PATHAN: આ દેશમાં ગુંજશે તો જય શ્રી રામ! ભારતીય મુસ્લિમો દેશભક્ત છે, કંગના રાણાવતની ફટકાબાજી

KANGANA ON PATHAN: આ દેશમાં ગુંજશે તો જય શ્રી રામ! ભારતીય મુસ્લિમો દેશભક્ત છે, કંગના રાણાવતની ફટકાબાજી

KANGANA RANAUT

KANGANA ON PATHAN: ફિલ્મ અભિનેત્રી કંગના રાણાવતે શાહરુખ ખાનની ફિલ્મ પઠાણને લઈને સ્ફોટક નિવેદન આપ્યું છે જેમાં તેણે ભારતીય મુસ્લિમો, હિંદુત્વ, જય શ્રી રામ અને પાકિસ્તાન જેવા શબ્દો આવરી લીધા છે.

 ગુંજશે તો 'જય શ્રી રામ'

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ રિલીઝ થતાની સાથે જ બોયકોટ બોલિવૂડ ગેંગની બોલતી બંધ કરી દીધી છે. તમામ વિવાદો વચ્ચે પણ આ ફિલ્મને ચાહકો તરફથી ઘણો સપોર્ટ મળી રહ્યો છે. તે જ સમયે બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે પણ શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણને હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. ફિલ્મ અભિનેત્રી કંગના રણૌતે ફિલ્મ પઠાણની સફળતાને લઈને દાવો કર્યો હતો કે દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદની ફિલ્મ "આપણા દુશ્મન દેશ પાકિસ્તાન અને ISISને સારી રીતે બતાવે છે". અભિનેત્રીએ ISIS લખી દીધું હતું અને ત્યાર પછી  સુધારો કર્યો અને પછી ISI લખ્યું હતું. જો કે, આ પછી લોકોએ કંગનાને જોરદાર ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. ટ્રોલર્સે કહ્યું હતું કે કંગના પલ્ટુ છે અને એક દિવસ કૈંક બોલે તો બીજા દિવસે કૈંક બીજું બોલે છે. હવે અભિનેત્રીએ ટ્વિટ કરીને આ લોકોને જડબાતોડ વળતો જવાબ આપ્યો છે. તેણે એક નહીં પણ અનેક ટ્વિટ કરીને આ ટ્રોલ્સ પર મૌન તોડ્યું છે.

આ મુદ્દે વધુમાં તેણીએ કહ્યું હતું કે  કે "તે ભારતની દેશભક્તિની ભાવના જજમેંટ્સથી ઉપર છે જે તેને મહાન બનાવે છે. તે ભારતનો પ્રેમ છે જેણે દુશ્મનોની નફરત અને ગંદા પોલિટિક્સ પર વિજય મેળવ્યો છે."



એટલું જ નહીં તેના ફોલો-અપ ટ્વિટમાં તેણે લખ્યું હતું કે, "પરંતુ જે લોકો વધારે પડતી જ અપેક્ષાઓ રાખી રહ્યા છે તેઓ ખાસ કરીને નોંધ લો. પઠાણ માત્ર એક ફિલ્મ હોય શકે છે, કારણ કે અહીં ગુંજશે તો જય શ્રી રામ જય શ્રી રામ!

આ પણ વાંચો: બાથરૂમની દીવાલમાંથી મળ્યા લાખો રૂપીયા, અભિનેત્રીએ કહ્યું- વૈશ્યાવૃત્તિ કરીને કરી કમાણી

અન્ય એક ટ્વીટમાં કંગનાએ લખ્યું, "આપણે બધા જાણીએ છીએ કે અફઘાનિસ્તાનમાં શું થઈ રહ્યું છે, તેથી ફિલ્મ 'પઠાણ' તેની સ્ટોરી લાઇન મુજબ 'ભારતીય પઠાણ' હોવી જોઈએ. હું માનું છું કે ભારતીય મુસ્લિમો દેશભક્ત છે અને અફઘાન પઠાણોથી ખૂબ જ અલગ છે. પણ વાત એ છે કે ભારત ક્યારેય અફઘાનિસ્તાન નહીં બને.

આ પણ વાંચો: PATHAN: બોક્સ ઓફિસ પર પહેલા જ દિવસે 100 કરોડ! તો પછી અહીં કેમ માર ખાઈ ગયો પઠાણ? લોચો પડી જશે

કંગના રનૌતે ટ્વિટર પર કમબેક કર્યાને થોડા જ દિવસ થયા છે અને અભિનેત્રી ફૂલ ફોર્મમાં જોવા મળી રહી છે. શુક્રવારે તેણે કેટલાક ટ્વીટ્સ પોસ્ટ કર્યા જેમાં તેણે દાવો કર્યો કે ભલે શાહરૂખ ખાનની 'પઠાણ' સફળ થાય. પરંતુ દેશ હજી પણ 'જય શ્રી રામ' ના નારા જ લગાવશે. કંગનાએ કહ્યું કે તે 'ભારતનો પ્રેમ અને સમાવેશ' છે જે શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મને જબરદસ્ત સફળતા આપી રહી છે.
First published:

विज्ञापन