'મૂવી માફિયાના આતંક' પર બોલી કંગના, અક્ષય કુમાર જેવા સ્ટાર્સ ડરથી ચૂપચાપ કોલ કરે છે

'મૂવી માફિયાના આતંક' પર બોલી કંગના, અક્ષય કુમાર જેવા સ્ટાર્સ ડરથી ચૂપચાપ કોલ કરે છે
(તસવીર - @kanganaranaut/Instagram)

કંગનાએ મૂવી માફિયા પર વધુ એક ટ્વિટ કર્યું છે

  • Share this:
મુંબઈ : બોલીવુડની ક્વીન કંગના રનૌટ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તેમજ સોશ્યલ મીડિયા પર દરેક મુદ્દે બેબાકીથી પોતાની વાત મૂકે છે. ત્યારે હવે કંગનાએ મૂવી માફિયા પર વધુ એક ટ્વિટ કર્યું છે. કંગનાએ પોતાના ટ્વિટમાં કહ્યું છે કે કેવી રીતે મોટા મોટા સ્ટાર્સ 'મૂવી માફિયા'ના ડરથી તેની પ્રશંસા કરવા માટે સિક્રેટ કોલનો સહારો લે છે. એટલું જ નહીં, પોતાના ટ્વિટમાં કંગનાએ બોલીવુડના ખેલાડી અક્ષય કુમારનું પણ નામ લીધું છે. જેને લઈને સોશ્યલ મીડિયા પર આ ટ્વિટ ખુબ વાયરલ થઇ રહ્યું છે.

કંગના રનૌટનું આ ટ્વિટ સ્ક્રીન રાઇટર અનિરુદ્ધ ગુહાના એક ટ્વિટ બાદ આમે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, અનિરુદ્ધ ગુહાએ ટ્વિટર પર એક પોસ્ટ જોઈ હતી. જેમાં લખ્યું હતું કે, બોલીવુડમાં પોતાનો વિચાર રાખવો એ તમને મુસીબતમાં નાંખી શકે છે. ત્યારે અનિરુદ્ધે ટ્વિટ કર્યું હતું કે, 'કંગના રનૌટ એક અસાધારણ અને પેઢીમાં એક વખત થનાર એક્ટ્રેસ છે.'



આ પણ વાંચો - 3થી 4 લાખમાં રૂપિયામાં શરૂ કરો આ બિઝનેસ, હજારો નહીં લાખોમાં થશે કમાણી!



આ ટ્વિટ જોયા બાદ કંગનાએ લખ્યું, 'બોલીવુડ એટલું શત્રુતાપૂર્ણ છે કે અહીં મારી પ્રશંસા કરવી એ લોકોને મુશ્કેલીમાં મૂકી શકે છે. મને ઘણા સિક્રેટ કોલ્સ અને મેસેજ આવે છે. અક્ષય કુમાર જેવા મોટા સ્ટાર્સ પણ આવું કરે છે. અક્ષય કુમારે ફિલ્મ થલાઈવી માટે મારી ખુબ પ્રશંસા કરી, પરંતુ તેઓ આલિયા કે દીપિકાની ફીલ્મોની જેમ તેની જાહેરમાં પ્રશંસા નથી કરી શકતા. મૂવી માફિયાનો આતંક.

કંગનાએ વધુ એક ટ્વિટ પણ કર્યું, જેમાં તેણે લખ્યું, 'કદાચ એક કલાથી જોડાયેલી ઇન્ડસ્ટ્રી ઓબ્જેક્ટિવ રહી શકતી અને પાવરના ખેલ અને રાજનીતિમાં ન હોત. જયારે સિનેમાની વાત આવે છે, ત્યારે મારા પોલિટિકલ વ્યૂઝ અને આધ્યાત્મ મને બુલી કરવા માટે ટાર્ગેટ ન બનાવવી જોઈએ. જો આવું થાય છે તો હું જ તેમાં જીતુ છું.'
Published by:News18 Gujarati
First published:Invalid date