Home /News /entertainment /

કંગના રનૌતની મુશ્કેલીઓ ફરી વધી, મુંબઈમાં નોંધાઈ ફરિયાદ - વાંચો શું છે આખો મામલો

કંગના રનૌતની મુશ્કેલીઓ ફરી વધી, મુંબઈમાં નોંધાઈ ફરિયાદ - વાંચો શું છે આખો મામલો

એડવોકેટ આશિષ રાય અને અંકિત ઉપાધ્યાય દ્વારા કંગના રનૌત (Kangana Ranaut) વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી

કંગના રનૌત વિરુદ્ધ વિલે પાર્લે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદ અનુસાર, ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતે વિશ્વભરમાં પ્રસારિત થયેલા ઇન્ટરવ્યુ દ્વારા બેજવાબદાર નિવેદનો આપ્યા છે

    મુંબઈ: એડવોકેટ આશિષ રાય અને અંકિત ઉપાધ્યાય દ્વારા કંગના રનૌત  (Kangana Ranaut) વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. 1947માં ભારતની આઝાદીના સંદર્ભમાં કંગનાના તાજેતરના નિવેદન, 'ભિક્ષામાં મળેલી સ્વતંત્રતા' સામે પગલાં લેવા માટે મુંબઈના કોંગ્રેસ મહાસચિવ ભરત સિંહ દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

    કંગના રનૌત (kangana ranaut) વિરુદ્ધ વિલે પાર્લે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદ અનુસાર, ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતે વિશ્વભરમાં પ્રસારિત થયેલા ઇન્ટરવ્યુ દ્વારા બેજવાબદાર નિવેદનો આપ્યા છે, જેનાથી ભારતીય નાગરિકો, મહાન ભૂતપૂર્વ સ્વાતંત્ર્ય સેનાનીઓ, નાયકો અને ભૂતપૂર્વ નેતાઓની રાષ્ટ્રીય ગરિમા અને સન્માનને ઠેસ પહોંચી છે. તેને રાષ્ટ્રીય ગૌરવની વિરુદ્ધ અને ગેરબંધારણીય ગણાવ્યું છે. નિવેદનની તુલના દેશમાં રમખાણો અને દહેશતની સ્થિતિને પ્રોત્સાહન આપવા સાથે કરવામાં આવી છે.

    કંગના વિરુદ્ધ વિલે પાર્લે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.


    તમને જણાવી દઈએ કે, કંગના રનૌત આઝાદી અને મહાત્મા ગાંધી વિશે આપેલા નિવેદનોને કારણે સતત વિવાદોમાં રહે છે. કંગનાએ એક નિવેદનમાં કહ્યું હતું કે, દેશને 2014માં અસલી આઝાદી મળી હતી, જેને લઈને ઘણો વિવાદ થયો હતો. એટલું જ નહીં, તેમણે મહાત્મા ગાંધી વિશે કહ્યું હતું કે, બંને ગાલ આગળ ધપાવવાથી આઝાદી નહીં ભીખ મળે છે. આ નિવેદન પર પણ ભારે હોબાળો થયો હતો.

    આ પછી, મુંબઈ પોલીસે કંગના રનૌત સામે કૃષિ કાયદો પાછો ખેંચ્યા બાદ શીખ સમુદાય વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ કેસ નોંધ્યો હતો. શીખ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવા અને તેમની વિરુદ્ધ IPCની કલમ 295(a) હેઠળ વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં કંગના વિરુદ્ધ આ કેસ નોંધવામાં આવ્યો હતો.

    આ પણ વાંચોTRP list માં 'Anupamaa' નો દબદબો, 'Bigg Boss 15'ને ટોપ 5માં ન મળ્યું સ્થાન

    ઉલ્લેખનીય છે કે, પીઢ સ્ક્રિપ્ટ રાઈટર અને ગીતકાર જાવેદ અખ્તર (Javed Akhtar) અને બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત (Kangana Ranaut) વચ્ચેનો ઝઘડો કોઈનાથી છુપાયેલો નથી. થોડા દિવસ પહેલા  જાવેદ અખ્તરે સોમવારે મુંબઈની એક કોર્ટમાં કંગના રનૌત વિરુદ્ધ માનહાનિના કેસ (Defamation Case) માં બિનજામીનપાત્ર વોરંટ જારી કરવાની અરજી દાખલ કરી હતી. અરજીમાં કંગના રનૌત એક અથવા બીજા કારણસર આ જ કેસમાં મુક્તિની ના હોવાનો ઉલ્લેખ છે. કંગના છેલ્લે 20 સપ્ટેમ્બરે અંધેરીના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ આરઆર ખાન સમક્ષ હાજર થઈ હતી.
    Published by:kiran mehta
    First published:

    Tags: Kangna Ranaut

    આગામી સમાચાર