કંગનાની ટીમનો નેપોટિઝમ મુદ્દે તાપસી પર હુમલો, એક્ટ્રેસે આપ્યો જવાબ

News18 Gujarati
Updated: July 5, 2020, 9:57 AM IST
કંગનાની ટીમનો નેપોટિઝમ મુદ્દે તાપસી પર હુમલો, એક્ટ્રેસે આપ્યો જવાબ
કંગના રનૌટ અને તાપસી પન્નૂ

કંગના રનૌટની ટીમ (Kangana Ranaut)એ તાપસી પન્નૂ (Taapsee Pannu) પર ટ્વિટ દ્વારા હુમલો કર્યો છે જે બાદ તાપસીએ પણ તેનો જવાબ આપ્યો છે.

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: ગત દિવસોમાં સોશિયલ મીડિયા (Social Media) પર નેપોટિઝમ (Nepotism)ની ચર્ચાઓ ચાલી રહી છે ગત દિવસોમાં એક્ટ્રેસ કંગના રનૌટ (Kangana Ranaut)એ એક્ટર સુશાંત સિંઘ રાજપૂતનાં નિધન બાદ વીડિયો જાહેર કરીને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ચાલતા નેપોટિઝમ અંગે વાત કરી હતી. હવે કંનગા રનૌટની ટીમ (Kangna Ranaut Team)એ આ ચર્ચામાં તાપસી પન્નૂને પણ ખેંચી લીધી છે. તેની ઉપર ઘણમાં આરોપ લગાવતા કંગના રનૌટની ટીમએ એવી વાત કહી છે કે સૌ કોઇ ચોકી ગયા છે. આ હુમલામાં તાપસીએ પણ જવાબ આપ્યો છે તેણે સોશિયલ મીડિયા પર નામ લીધા વગર ઘણું કહ્યું છે.

કંગના રનૌટની ટીમે હાલમાં જ ટ્વિટ શેર કરી છે જેમાં તેણે કેટલીક પોસ્ટમાં ન્યૂઝ આર્ટિકલનાં સ્ક્રીનશોટ મુક્યા છે અને તેનાં દ્વારા આરોપ લગાવ્યાં છે. કંગના રનૌટની ટીમે એક ટ્વિટર યૂઝરની પોસ્ટ શેર કરી છે જેમાં યૂઝરે કહ્યું છે કે, 2017માં તાપસીએ કંગના પર હુમલો કરી સ્ટારકિડ્સનો બચાવ કર્યો હતો હવે તે આઉટસાઇડર્સની મસીહા બનવા ઇચ્છે છે. તેણે ઓડિયન્સને બ્લેક કર્યો છે પણ તે લોકોનાં નામ નથી લઇ શકતી જેમણે તેને રિપ્લેસ કર્યા હતાં કે પછી ફિલ્મમાંથી કાઢી મુક્યા હતાં.

કંગના રનૌટની ટીમે આ પોસ્ટ શેર કરતાં તાપસી પર હુમલો કર્યો હતો અને લખ્યુ હતું કે, 'ઘણાં ચાપલૂસ આઉટસાઇડર્સ કંગના દ્વારા ચલાવવામાં આવી રહેલી મૂવમેન્ટને સતત ભટકાવવાનો પ્રાયસ કરે છે. તે મૂવી માફિયાની ગૂડ બૂક્સમાં શામેલ થવા ઇચ્છે છે. તેમને ફિલ્મો મળેછે અને એવોર્ડ્સ મળે છે. કંગના પર હુમલો કરવા કોઇ મહિલાનું ખુલ્લેઆમ શોષણ કરેક છે. તને શરમ આવી જોઇએ તાપસી.'તો અન્ય એક ટ્વિટ બાદ એક્ટ્રેસ તાપસી પન્નૂએ પણ ટ્વિટ કરી હતી. જેમાં તેણે કંગનાનું નામ લીધા વગર તેની ટીમને ટારગેટ કરી હતી. તાપસીએ પોસ્ટમાં નેગેટિવ લોકો અને તેમની વિચારસરણી અંગે લખ્યુ છે. આ ક્વોટમાં લખ્યુ છે કે, 'મારા જીવનમાં કેટલાંક સમયથી, ખાસ કરીને ગત કેટલાંક મહિનાઓથી એવું થઇ રહ્યું છે. જેનાં દ્વારા હું જીવનને સારી રીતે સમજી શકી છું તેનાં દ્વારા મને ઘણી શાંતિ અને અલગ નજરિયો મળ્યો છે. તેથી આ શેર કરી રહી છું'
First published: July 5, 2020, 9:56 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading