મુંબઇ સ્થિત કંગનાની ઓફિસ પડવાને કારણે નારાજ કંગના રનૌટ (Kangana Ranaut Attack on Shiv Sena)એ મહારાષ્ટ્ર સરાકરની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા છે. અને ફરી એક વખત મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર વિરુદ્ધ કડક શબ્દો વાપરતાં તેણે મુંબઇની સરખામણી પાકિસ્તાન અધિકૃત કશ્મીર એટલે કે PoKથી કરી છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌટ (Kangana Ranaut) મહારાષ્ટ્ર સરાકર વચ્ચેની જંગ બાદ હવે મુંબઇથી મનાલી પરત જવાં નીકળી ગઇ છે. એક્ટ્રેસે ટ્વિટર દ્વારા તેનાં ફેન્સને માહિતી આપી છે. પમ જતા જતાં એક્ટ્રેસે મહારાષ્ટ્ર સરાકર પર નિશાન અવશ્ય સાધ્યું છે. મુંબઇ સ્થિત તેની ઓફિસ પાડવાથી નારાજ કંગના રનૌટે મહારાષ્ટ્ર સરકારની કાર્ય શૈલી પર સવાલ ઉઠાવ્યાં છે. અને ફરી એક વખત મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર વિરુદ્ધ કડક શબ્દોનો ઉલ્લેખ કર્યો છે. તેણે ફરી એક વખત મુંબઇની સરખામણી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર PoK સાથે કરી છે.
આ ટ્વિટમાં કંગનાએ મુંબઇમાં પોતાનાં પર અત્યાચારની વાત કરી છે. કંગના મુજબ, તેનાં પર હુમલો કરી શિવસેના તેની જ છબિ ખરાબ કરી રહી છે. કંગના લખે છે કે, -'જ્યારે રક્ષક જ ભક્ષક થવાની જાહેરાત કરી દે છે. ઘડિયાલ (મગર) બનીને લોકતંત્રનું ચીરહરણ કરે છે. મને કમજોર સમજવાની બહુ મોટી ભૂલ કરી રહ્યાં છો. એક મહિલાને ડરાવી તેને નીચા દેખાડી, તમે તમારી જ છબિ ધૂળ કરી રહ્યાં છો. '
जब रक्षक ही भक्षक होने का एलान कर रहे हैं धड़ियाल बन लोकतंत्र का चीरहरण कर रहे हैं,
मुझे कमज़ोर समझ कर
बहुत बड़ी भूल कर रहे हैं!
एक महिला को डरा कर उसे नीचा दिखाकर,
अपनी इमेज को धूल कर रहे हैं!!
આ પહેલાં કંગનાએ અન્ય એક ટ્વિટમાં મનાલી પરત જવાની જાહેરાત કરી હતી. એક્ટ્રેસ લખે છે કે- 'ભારે મન સાથે મુંબઇ છોડીને જઇ રહી છું. જે રીતે મને આતંકિત કરવામાં આવી. તે દિવસે મારા ઉપર હુમલો કરવામાં આવ્યો છે. મારી ઓફિસ બાદ મારું ઘર તોડવાનો પ્રયાસ થયો. સતત ગાળો આપવામાં આવી. મારી ચારેય તરફ હથિયારો સાથે સતર્ક સુરક્ષા છે. કહેવાનું જોઇએ કે PoK વાળી મારી વાત એકદમ સાચી છે.'
With a heavy heart leaving Mumbai, the way I was terrorised all these days constant attacks and abuses hurled at me attempts to break my house after my work place, alert security with lethal weapons around me, must say my analogy about POK was bang on. https://t.co/VXYUNM1UDF
ઉલ્લેખનીય છે કે, ગત 9 સ્પટેમ્બરનાં જ કંગના રનૌટ મનાલીથી મુંબઇ પહોંચી હતી. અને તેમનાં પહોંચતા પહેલાં જ તેમની ઓફિસ પર BMCની કાર્યવાહી કરતાં બુલ્ડોઝર ચલાવ્યું હતું. જે બાદ મહારાષ્ટ્ર સરાકર અને કંગના રનૌટ વચ્ચે જુબાની જંગ પણ તેજ થઇ ગઇ છે.