રિંકૂ શર્મા હત્યાકાંડ: કંગના રનૌટે CM કેજરીવાલ પર તાક્યું નિશાન- નેતા તો બની ગયા, હવે...

કંગનાનું કેજરીવાલ પર નિશાન

કંગના રનૌટ (Kangana Ranaut)એ રિંકૂ શર્મા હત્યાકાંડ (Rinku Sharma Murder Case) અંગે દિલ્હીની કેજરીવાલ સરકાર (Kejriwal Government)ને નિશાને લીધા છે. કંગના રનૌટે એક ટ્વિટ કરી છે, જેમાં તેણે અરવિંદ કેજરીવાલને રિંકૂ શર્મા હત્યાકાંડ અંગે સલાહ આપી છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌટ (Kangana Ranaut) કોઇપણ મુદ્દે પોતાનો મત જણાવે છે. ચાહે તે ધાર્મક હોય કે સામાજિક કે પછી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી કોઇ વાત કેમ ન હોય. દરરોજ તે અલગ અલગ મુદ્દે પોતાનો પોઇન્ટ મુકતી હોય છે અને તેને કારણે વિવાદોમાં ઘેરાતી રહેતી હોય છે. ગત દિવસોમાં તેણે આંદોલન પર વિવાદિત ટિપ્પણી કરી હતી અને ટ્રોલર્સનાં હથ્થે ચડી ગઇ હતી. હવે કંગના રનૌટે રિંકૂ શર્મા હત્યાકાંડ (Rinku Sharma Murder Case) અંગે દિલ્હીનાં કેજરીવાલ સરકારને નિશાને લીધા છે.

  કંગનાએ તેની ટ્વિટમાં લખ્યું છે કે, 'ડિયર અરવિંદ કેજરીવાલ જી, હું વાસ્તવમાં આશાર કરુ છુ કે આપ રિંકૂ શર્માનાં પરિવારને મળશો અને તેનું સમર્થન કરશો, આપ એક સારા નેતા છો, આશા કરુ છું કે આપ એક સારા રાજકારણી પણ બનશો.' કંગના રનૌટે અરવિંદ કેજરીવાલને ઓક્ટોબર 2015નાં એક ટ્વિટને રિટ્વિટ કરતાં આ વાત કરી છે. અરવિંદ કેજરીવાલે તે ટ્વિટમાં અખલાક અંગે વાત કરી હતી.  તે ટ્વિટમાં બીફ ખાવાની અફવા ફેલાયા બાદ અખલાકની મારી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. અખલાકની સાથે થયેલી હિંસા બાદ ઘણો બબાલ થયો હતો જે બાદ દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અખલાકનાં પરિજનોને મળી ઉત્તર પ્રદેશનાં દાદરી પહોંચ્યા હતાં. એવામાં કંગના રનૌટને આશા છે કે જે રીતે અરવિંદ કેજરીવાલ અખલાકનાં પરિવારને મળવા ગયા હતાં તે રીતે તેઓ રિંકૂ શર્માનાં પરિજનોને પણ મળશે અને તેમને સંભવ દરેક મદદ કરશે.

  આપને જણાવી દઇએ કે, રિંકૂ શર્માની હત્યા બાદ સમગ્ર દેશમાં રાજકારણ ગરમાયુ છે. આ લોકો આ મામલે સાંપ્રદાયિક મામલો જણાવી રહ્યાં છે. કારણ કે, રિંકૂ શર્મા રામ મંદિર માટે ફંડ ભેગુ કરી રહ્યો હતો. અને રામ યાત્રા સાથે તે જોડાયેલો હતો. આ મામલાની તપાસની માંગ કરવામાં આવી છે અને હવે એક્ટ્રેસ કંગના રનોટે પણ આ મામલે ટ્વિટ કરી છે અને દિલ્હી સરકારને સવાલ કર્યા છે.
  Published by:Margi Pandya
  First published: