એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput Case)માં ડ્રગ એન્ગલ (Drug Angle) સામે આવ્યા બાદ આ મામલામાં હવે સુશાંત ડેથ મિસ્ટ્રી (Sushant Death Mystery)માં નવો વળાંક આવ્યો છે. સુશાંત કેસમાં તેની પ્રતિક્રિયા આપવા પર સતત બોલિવૂડમાં નેપોટિઝમ (Nepotism)ની ચર્ચાઓ કરીને સૌ કોઇને ચોકાવી દેતા ખુલાસા કર્યા હતાં અને કંગના સતત ચર્ચામાં રહી છે. હવે તેણે સુશાંત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ બોલિવૂડ પર ફરી એક વખત નિશાન સાધ્યું છે. અને ટ્વિટ કરી ફરી એક મોટું નિવેદન આપ્યું છે કે, જો નારકોટિક્સ ટેસ્ટ થયો તો ઘણાં સિતારાઓ જેલમાં હશે.
કંગના રનૌટ (Kangana Ranaut)એ પોતાનાં બિનદાસ નિવેદન દુનીયાની સામે મુકતી રહેતી હોય છે. સુશાંત કેસમાં ડ્રગ એન્ગલ (Drug Angle)સામે આવ્યાં બાદ કંગનાએ ટ્વિટ કરી જેમાં તેણે PMOને ટેગ કરતાં લખ્યુ છે કે, જો નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો બોલિવૂડમાં આવી ગયુ તો ઘણાં A લિસ્ટર જેલમાં પહોંચી જશે. જો બ્લડ ટેસ્ટ થયો તો ઘણાં મોટા ખુલાસા થશે. આશા કરુ છુ કે, સ્વચ્છ ભારત મિશન હેઠળ બોલિવૂડની આ ગટરને પણ સાફ કરવામાં આવે.
કંગનાએ આ ટ્વિટ દ્વારા ફક્ત A લિસ્ટર કહીને બોલિવૂડનાં મોટા સ્ટાર્સને નિશાને તાક્યા છે. કંગનાની આ ટ્વિટ પર સુશાંતનાં ફેન્સ પણ ઘણી કમેન્ટ્સ કરી રહ્યાં છે.
આપને જણાવી દઇએ કે, કંગનાએ આ પહેલાં કેટલીક ટ્વિટ કરીને ખુલાસો કર્યો હતો કે, જ્યારે હું નાબાલિક હતી ત્યારે મારા મેન્ટર એટલા ખતરનાક બની ગયા હતાં કે, તે મારી ડ્રિન્કમાં ડ્રગ્સ મેળવીને મને આપતા હતાં જેથી હું પોલીસ પાસે ન જઇ શકું. જ્યારે હું સફળ થઇ અને ફેમસ ફિલ્મ પાર્ટીઝમાં જવા લાગી તો મને તે સમય બોલિવૂડની ભયાનક દુનીયા, ડ્રગ્સ, અય્યાશી અને માફિયા જેવી વાતોનો સામનો થયો. કંગનાએ આ મામલે નારકોટિક્સ વિભાગની મદદ કરવાની પણ વાત કરતાં સેન્ટ્રલ ગવર્નમેન્ટ પાસે સુરક્ષાની મદદ પણ માંગી છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર