Home /News /entertainment /કંગના રનૌતે સંસદમાં ફિલ્મ 'ઇમરજન્સી'ના શૂટિંગ માટે મંજૂરી માંગી, લોકસભા સચિવાલયને લખ્યો પત્ર

કંગના રનૌતે સંસદમાં ફિલ્મ 'ઇમરજન્સી'ના શૂટિંગ માટે મંજૂરી માંગી, લોકસભા સચિવાલયને લખ્યો પત્ર

કંગના રણૌતે વિનંતી કરી છે કે તેને સંસદ સંકુલની અંદર ઈમરજન્સી પર આધારિત ફિલ્મ શૂટ કરવાની મંજૂરી આપવામાં આવે.

સામાન્ય રીતે ખાનગી સંસ્થાઓને સંસદ સંકુલની અંદર શૂટ અથવા વીડિયો બનાવવાની મંજૂરી નથી. સૂત્રોએ પીટીઆઈ-ભાષાને જણાવ્યું કે જો કોઈ અધિકારી કે સરકારી કામ માટે શૂટિંગ કરવામાં આવી રહ્યું હોય તો તે અલગ વાત છે.

નવી દિલ્હી: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે લોકસભા સચિવાલય પાસે સંસદ સંકુલની અંદર તેની ફિલ્મ 'ઇમરજન્સી'ના શૂટિંગ માટે પરવાનગી માંગી છે. સૂત્રોએ રવિવારે આ માહિતી આપી છે. સૂત્રોએ જણાવ્યું કે કંગનાનો આ પત્ર વિચારણા હેઠળ છે. પરંતુ તેમને પરવાનગી મળે તેવી શક્યતા નથી. તેમણે કહ્યું કે લોકસભા સચિવાલયને લખેલા પત્રમાં કંગના રણૌતે વિનંતી કરી છે કે તેને સંસદ સંકુલની અંદર ઈમરજન્સી પર આધારિત ફિલ્મ શૂટ કરવાની મંજૂરી આપવામાં આવે.

સામાન્ય રીતે ખાનગી સંસ્થાઓને સંસદ સંકુલની અંદર શૂટ અથવા વીડિયો બનાવવાની મંજૂરી નથી. સૂત્રોએ પીટીઆઈ-ભાષાને જણાવ્યું કે જો કોઈ અધિકારી કે સરકારી કામ માટે શૂટિંગ કરવામાં આવી રહ્યું હોય તો તે અલગ વાત છે. તેમણે કહ્યું કે મુખ્યત્વે સરકારી બ્રોડકાસ્ટર્સ, દૂરદર્શન અને સંસદ ટીવીને સંસદની અંદર કાર્યક્રમો શૂટ કરવાની મંજૂરી છે.

આ પણ વાંચો: બાથટબમાં આ ભોજપુરી એક્ટ્રેસનો 'રેડ હૉટ' લુક, ડીપનેકમાં કિલર અંદાજ જોઇને ચૂકી જશો ધબકારો

સૂત્રોએ જણાવ્યું કે, સંસદની અંદર કોઈ ખાનગી પાર્ટીને ખાનગી કામનું શૂટિંગ કરવાની મંજૂરી આપવામાં આવી હોય તેવી કોઈ મિસાલ નથી. 'ઇમરજન્સી'નું શૂટિંગ આ વર્ષે જૂનમાં શરૂ થયું હતું. કંગના રનૌત આ ફિલ્મનું નિર્દેશન કરી રહી છે. આ સિવાય તે પોતે ફિલ્મની લેખક અને નિર્માતા પણ છે. આ ફિલ્મમાં તે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકા પણ ભજવી રહી છે, જેમણે 1975માં દેશમાં ઈમરજન્સી લાદી હતી.

કંગના રણૌતે એક નિવેદનમાં કહ્યું હતું કે, "ભારતીય રાજકીય ઈતિહાસમાં ઈમરજન્સી સૌથી મહત્વપૂર્ણ સમયગાળોમાંથી એક છે, જેણે સત્તા તરફ જોવાની આપણી રીત બદલી નાખી અને તેથી મેં આ કહાણી બતાવવાનું નક્કી કર્યું." દેશમાં 25 જૂન 1975થી 21 માર્ચ 1977 સુધી કટોકટી લાગુ હતી. 21 મહિનાના આ સમયગાળા દરમિયાન લોકોના મૂળભૂત અધિકારો પર નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. 1947માં ભારતની આઝાદી બાદ પહેલીવાર ઇમરજન્સી બાદ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો.
First published:

Tags: Bollywood actress, Bollywood Celebrities, Bollywood Film, Kangana ranaut