બકરાને કપાતુ નથી જોઇ શકતા આ બાળકો, કંગનાની બહેને શેર કર્યો VIDEO

કંગના રનૌટની બહેન રંગોલી ચંદેલ સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટિવ છે અને તે કંગનાની સ્પોક પર્સન પણ છે

કંગના રનૌટની બહેન રંગોલી ચંદેલ સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટિવ છે અને તે કંગનાની સ્પોક પર્સન પણ છે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડની મુફટ એક્ટ્રેસ તરીકે જાણીતી કંગના રનૌટની બહેન રંગોલી જ્યારથી ટ્વટિર પર એક્ટિવ થઇ છે ત્યારથી ચર્ચામાં રહે છે. હાલમાં હાલમાં તે ઈદ-અલ-અજહાનાં તહેવાર પર તેણે ટ્વીટ કરી. અને આ ટ્વિટને કારણે તે ફરી મીડિયામાં છવાઈ ગઈ છે. રંગોલીએ ઈદનાં દિવસે એક વીડિયો રીટ્વીટ કર્યો છે અને લોકોને અબોલ જાનવરોને ન મારવાની અપિલ કરી છે.

  આ વીડિયો ઈમામ મોહમ્મદ તાવ્હિદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે, જેમાં બાળકો બકરાની કુર્બાનીથી બચાવવા માટે રડતા-રડતા રિક્વેસ્ટ કરી રહ્યાં છે. ઈમામે આ વીડિયોને શેર કરતા જણાવ્યું કે, 'આ ભવિષ્યનું ઈસ્લામ છે. આપણે આવી પેઢીને બચાવવા અને તેની રક્ષા કરવાની જરૂર છે. જુઓ કઈ રીતે મુસ્લિમ બાળક જાનવરોની કુરબાની આપવાથી રોકી રહ્યો છે'  આપને જણાવી દઇએ કે આ વીડિયો જુનો છે, પરંતુ ઘણો મોટો મેસેજ છોડી જાય છે. આ વીડિયોને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર રંગોલીએ શેર કરતા લખ્યું, 'આ વીડિયોને જોઈને હું રડી પડી, બાળકોનો કોઈ ધર્મ નથી હોતો અને તે માટે જ આપણે આપણો પ્રેમ અને માસૂમિયત બચાવી રાખવાની જરૂર છે. આપણે મોટું ન બનવું જોઈએ, જેવા ભગવાને બનાવ્યા છે તેમ જ રહેવું જોઈએ.'
  Published by:Margi Pandya
  First published: