એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ (Bollywood) એક્ટ્રેસ કંગના રનૌટ (Kangana Ranaut) આખો દિવસ ચર્ચામાં રહે છે. તે તેનાં બિન્દાસ નિવેદનને કારણે ચર્ચામાં રહે છે. દરેક મુદ્દે તે પોતાનો પક્ષ મુકતી હોય છે. સુશાંત કેસમાં પોતાનો મત મુકતી રહરે છે. તેણે ડ્રગ્સ મામલે પણ બોલિવૂડને બાનમાં લીધી હતી. અને બાદમાં BMC સાથે પણ તેનો મોટો વિવાદ થયો હતો.
હાથરસ મામલો હોય કે બલરામપુરમાં રેપ કેસ કંગના સોશિયલ મીડિયા પર તેનો પોઇન્ટ ઓફ વ્યૂ મુકતી જ રહે છે. હાલમાં જ તેણે દેશની તમામ યુવતીઓ અને મહિલાઓ માટે એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે આ વાત જણાવવાનો પ્રયાસ કર્યો છે કે, જો હમિલાઓ ન ડરે તો એકલો પુરૂષ એક મહિલા પર હાવી થઇ શકે નહીં.
કંગના રનૌટ (Kangana Ranaut)એ એક વીડિયો શેર કર્યો છે. જેમાં એક યુવતી એક યુવકને ધોતી નજર આવે છે. તેણે ટ્વિટ કરી લખ્યું છે કે, 'મને ખબર નથી કે શું થયુ હશે? પણ રોજ-રોજ બળાત્કાર, મર્ડર, યુવતીઓનું શોષણ જોઇને હું એટલી પરેશાન છૂ કે હું ઇચ્છુ છુ કે, દરેક યુવતી આ જુએ, ડરો નહીં, આ જુઓ અને શીખો.. જો કોઇ ડરાવે તો જાણો કે, એક એકલો પુરૂષ એક એકલી યુવતી પર હાવી નથી થઇ શકતો, મારી મારીને ચામડી ઉતારી દો, બહુ સરસ કર્યું યુવતીએ..'
આ પણ વાંચો- PHOTOS: અનન્યા પાંડેની આ તસવીરો વાયુ વેગે VIRAL, કોઇ કહી HOT તો કોઇએ કહી 'ઝેરી'
કંગનાની આ પોસ્ટને લોકોએ ખુબ પસંદ પણ કરી છે. ઘણાં યૂઝ્સ કહે છે કે, તે તેમની દીકરીઓને આવી જ બનવાની સલાહ આપે છે. આપને જણાવી દઇએ કે, 'એક યૂઝરનાં વીડિયોને કંગનાએ રિટ્વિટ કર્યો છે જેમાં બોલિવૂડ ઇન્ટસ્ટ્રીમાં કામ કરનારા સામાન્ય લોકોની પરિસ્થિતિ જણાવવામાં આવી છે.
આ પણ વાંચો- VIDEO VIRAL: સંજય દત્તે બદલ્યો LOOK, બોલ્યો-'કેન્સરને હું હરાવી દઇશ'
આ વીડિયો ટ્વિટ કરતાં કંગના લખ્યું છે કે, 'બોલિવૂડનાં તમામ શિયાળે મીડિયા પર અટેક કર્યો અને તેમને ઘણાં નામ પણ આપ્યા પણ હું પુછવા માંગુ છુ કે ,આખરે કેમ જ્યારે મજૂરો, મહિલાઓ અને સ્ટંટમેન્સ સાથે અન્યાય થાય છે તો તેઓ આવી એકતા કેમ નથી દર્શાવતા? આ લોકો તેમનાં હ્યુમન રાઇટ્સની ડિમાન્ડ કરે છે પણ બીજાનાં માનવાધિકાર માટે ચૂપ થઇ જાય છે.'