કંગનાએ શેર કરી સ્ટાર કિડ્સની જૂની ફોટો, કહ્યું, 'આ છે મૂવી માફિયા..'

News18 Gujarati
Updated: June 25, 2020, 5:46 PM IST
કંગનાએ શેર કરી સ્ટાર કિડ્સની જૂની ફોટો, કહ્યું, 'આ છે મૂવી માફિયા..'
આલિયા ભટ્ટથી લઇ સારા અલી ખાન સહિત કંગનાએ તમામ સ્ટાર કિડ્સની જૂની તસવીરો તેનાં ટ્વિટર પેજ પર શેર કરી છે.

આલિયા ભટ્ટથી લઇ સારા અલી ખાન સહિત કંગનાએ તમામ સ્ટાર કિડ્સની જૂની તસવીરો તેનાં ટ્વિટર પેજ પર શેર કરી છે.

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: સુશાંત સિંહ રાજપૂતનાં મોત બાદ મોટાભાગનાં સેલિબ્રિટીઝ બોલિવૂડમાં ચાલી રહેલાં નેપોટિઝમ વિરુદ્ધ પોતાનો મત જાહેરમાં મુકે છે. આ વચ્ચે કંગનાએ આ 'મૂવી માફિયા' વિરુદ્ધ એક જંગ છેડી દીધી છે. કંગના રનૌટે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે બોલિવીડનાં સ્ટાર કિડ્સની ફોટો શેર કરીને જણાવ્યું છે કે, કેવી રીતે બહારનાં લોકો સાથે પક્ષપાત થાય છે. આ પોસ્ટમાં કંગનાએ દાવો કર્યો છે કે, આ મૂવી માફિયા મુજબ બહારી લોકો બોલિવૂડ સ્ટાર કિડ્સ જેવા સારા નથી દેખાતા..

આ સાથે જ કંગનાએ ટ્વિટર પર સારા અલી ખાન, આલિયા ભટ્ટ, સોનમ કપૂર અને સોનાક્ષી સિન્હાની જુની ફોટો પર પોતાનું રિએક્શન આપ્યું છે. આ મૂવી માફિયાનું રિઆલિટી ચેક છે.

તેણે ટ્વિટમાં લખ્યું છે કે, 'કેટલાંક લોકો આને બોડી શેમિંગ કહે છે, પણ આ બોડી શેમિંગ નથી. આ કરન જોહર જેવા મૂવી માફિયા લોકો માટે એક રિયાલિટી ચેક છે. જે ઓનરેકોર્ડ દાવો કરે છે કે બહારનાં લોકો સ્ટાર કિડ્સ જેવા સારા દેખાવવાળા અને પ્રતિભાશાળી નથી હોતા. આ તેમની ભૂલ નથી લોકોએ ભ્રમમાંથી બહાર આવવાની જરૂર છે.'
First published: June 25, 2020, 5:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading