VIDEO: કંગનાનાં ભાઇનાં છે નવેમ્બરમાં લગ્ન, જુઓ બહેનોએ વધામણીમાં ભાઇને ચોળી પીઠી

VIDEO: કંગનાનાં ભાઇનાં છે નવેમ્બરમાં લગ્ન, જુઓ બહેનોએ વધામણીમાં ભાઇને ચોળી પીઠી
કંગના રનૌટે શેર કર્યો ભાઇની પીઠીનો વીડિયો

આ પહેલાં, કંગનાએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર તેનાં પરિવાર સાથેની કેટલીક તસવીર શેર કરી હતી. જેમાં તે પરિવાર સાથે હિમાચલની વાદીઓમાં ક્વોલિટી ટાઇમ વિતાવી રહી તી. આ ઉપરાંત તેણે નવરાત્રીની તસવીર પણ શેર કરી હતી જેમાં તે માતાની પૂજા કરતી નજર આવે છે.

  • Share this:
    એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક:  કંગના રનૌટ અવાર નવાર તેનાં સોશિયલ મીડિયા પેજ પર કંઇને કંઇક અપડેટ કરતી રહે છે અને ચર્ચામાં રહે છે. ક્યારેક પોલિટિકલ અપડેટ તો ક્યારેક પર્સનલ અપડેટ દ્વારા તે લોકોની વચ્ચે બની રહે છે. એવામાં હાલમાં તેણે તેનાં ભાઇનો એક વીડિયો શેર કર્યો છે આ વીડિયોમાં તે તેનાં ભાઇને પિઠી ચોળતી નજર આવી છે.

    આ વીડિયોમાં કંગના રનૌટ ઉપરાંત રંગોલી રનૌટ અને કંગનાનાં સંબંધીઓ નજર આવે છે. કંગનાનાં ભાઇ અક્ષતનાં લગ્નની વધામણી છે. કંગના રનૌટે આ વીડિયો શેર કરતાં લખ્યુ છે કે, આજે મારા ભાઇ અક્ષતનાં વધામણાની કેટલીક તસવીરો, વધામણી હિમાચલની પરંપરા છે. લગ્નનું પહેલું આમંત્રણ મામાનાં ઘરે આપવામાં આવે છે. અક્ષતનાં લગ્ન નવેમ્બરમાં છે. આજે સૌને નિમંત્રણ આપવામાં આવશે. એટલે આને વધામણી કહેવાય છે. આ વીડિયોમાં કંગનાનો ભાઇ હિમાચલી પારંપરીક ટોપી પહેરીને બેઠો છે. અને તેની બહેનો કંગના અને રંગોલી તેને પીઠી ચોળી રહી છે.





    આપને જણાવી દઇએ કે, થોડા સમય પહેલાં જ કંગનાએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર તેનાં પરિવાર સાથેની કેટલીક તસવીર શેર કરી હતી. જેમાં તે પરિવાર સાથે હિમાચલની વાદીઓમાં ક્વોલિટી ટાઇમ વિતાવી રહી તી. આ ઉપરાંત તેણે નવરાત્રીની તસવીર પણ શેર કરી હતી જેમાં તે માતાની પૂજા કરતી નજર આવે છે.




    તો અન્ય એક તસવીરમાં તે લાલ રંગનાં કપડાંમાં નજર આવે છે. એટલું જ નહીં આ તસવીર શેર કરતાં તેણે લખ્યું છે કે, 'કોણે કોણે નવરાત્રીનું વ્રત રાખ્યું છે મે રાખ્યું છે. આ વચ્ચે મારા પર મુંબઇમાં પપ્પુ સેના દ્વારા વધુ એક FIR દાખલ કરવામાં આવી છે. લાગે છે પપ્પુ સેના મને ખુબ યાદ કરે છે.. આટલું યાદ ન કરો... હું જલદી જ પરત આવીશ.'
    Published by:Margi Pandya
    First published:October 19, 2020, 10:03 am