Home /News /entertainment /કંગના રનૈટે, આમિર ખાનનો વર્ષ 2012નો ઇન્ટરવ્યૂ શેર કરી ઉઠાવ્યા તેનાં સેક્યુલર હોવા પર સવાલ
કંગના રનૈટે, આમિર ખાનનો વર્ષ 2012નો ઇન્ટરવ્યૂ શેર કરી ઉઠાવ્યા તેનાં સેક્યુલર હોવા પર સવાલ
કંગના રનૌટ અને આમિર ખાન (ફાઇલ ફોટો)
આમિર ખાન (Aamir Khan) અને તુર્કીનાં રાષ્ટ્રપતિની પત્ની એમીન એર્દોગન (Emine Erdogan)ની મુલાકાતની તસવીર વાયરલ થતા ચર્ચાઓ થઇ ગઇ છે. ફર્સ્ટ લેડી તરફથી આ તસવીરો શેર કર્યા બાદ આમિર પર નિશાન સાધવામાં આવી રહ્યાં છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર આમિર ખાન (Aamir Khan) હાલમાં તેની ફિલ્મ 'લાલ સિંહ ચડ્ડા' (Laal Singh Chaddha)ની શૂટિંગ માટે તુર્કી (Tukey)માં છે. આ દરમિયાન તેણે તુર્કીનાં રાષ્ટ્રપતિની પ્તની એમીન એર્દોગન (Emine Erdogan)ની મુલાકાત લીધી હતી. આ મુલાકાતની તસવીરો વાયરલ થતા બબાલ મચી ગઇ છએ. ફર્સ્ટ લેડી તરપથી આ મુલાાકતની તસવીરો શેર કરવામાં આવી છે. જે બાદ આમિર ખાન પર નિશાન સાધવામાં આવ્યા હતાં. ગત દિવસોમાં કલમ 370 હટાવવા પર તુર્કી તરફથી તેનાં વિરોધી નિવેદન આવ્યા હતાં.
હવે એક્ટ્રેસ કંગના રનૌટની ટીમે આમિર ખાનનો એક જૂનો વીડિયો શેર કર્યો છે અને આમિરની ધર્મનિરપેક્ષતા પર નિશઆન સાધ્યું છે. આ વીડિયોમાં આમિર ખાન કહતા નજર આવે છે કે, તે તેનાં બાળકોને સંપૂર્ણ રીતે ઇસ્લામને અનુસરવાની સલાહ આપશે. આ ઇન્ટરવ્યૂમાં આમિર ખાનને પુછવામાં આવ્યું હતું કે, શું હિન્દુ મહિલાઓ સાથે લગ્ન કર્યા બાદ તેને કોઇ પ્રકારની દુવિધાઓનો સામનો કરવો પડ્યો હતો.
Hindu + Muslim = Muslim
Yeh toh kattarpanthi hai,outcome of a marriage is not just a blend of genes and cultures but even religions. Bachchon ko Allah ki ebadat bhi seekhayein aur Shri Krishn ki Bhakti bhi, yehi secularism hai na? @aamir_khan https://t.co/qo1ZOLNR7K
કંગનાની ટીમે ટ્વિટર પર લખ્યું છે, '' 'હિન્દૂ+ મુસ્લિમ= મુસ્લિમ' આ તો કટ્ટરપંથી છે, લગ્નનો અર્થ ફક્ત જીન અને સંસ્કૃતિઓનું મિશ્રણ નથી. પણ ધર્મોનું પણ છે. બાળકોને અલ્લાહની ઇબાદત પણ શીખવો અને શ્રીકૃષ્ણની ભક્તિ પણ. આ જ ધર્મનિરપેક્ષતા છે? આમિર ખાન.''
વધુ એક ટ્વિટમાં કંગનાની ટીમ કહે છે કે, 'આપ તો સૌથી વધુ ટોલરન્ટ હતા, આપ ક્યારથી હિન્દુઇઝમને લઇને ઇન્ટોલરન્ટ થઇ ગયા? હિન્દૂ માતાઓની સંતાનો જેમની રગોમાં શ્રી કૃષ્ણ અને શ્રી રામનું લોહી વહે છે, સનાતન ધર્મ, ભારતીય સભ્યતા, આ જ સંસ્કૃતિ જેની ધરોહર છે, તે ફક્ત અને ફક્ત ઇસ્લામને ફોલો કરશે, આવું કેમ?'
(કંગના રનૌટે જે વેબસાઇટનો હવાલો આપ્યો છે, ન્યૂઝ 18 તેની સત્યતાની પુષ્ટિ કરતું નથી)
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર