ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડની ક્વીન કંગના રાનોટ તેના એક્ટિંગ ટેલેન્ટની સાથે-સાથે બિન્દાસ્ત નિવેદનો માટે પણ જાણીતી છે. તે કોઇપણ મુદ્દે ખુલીને બોલવાનું પસંદ કરે છે. આજકાલ કંગના તેની ફિલ્મ 'મણિકર્ણિકા'ને ઇન્ડસ્ટ્રીનો સપોર્ટ ન મળવાને લીધે નારાજ છે. આવામાં તે મીડિયા સમક્ષ પોતાનો ગુસ્સો જાહેર કરતી જોવા મળે છે. ત્યાં જ તેણે ભારતના સૌથી સન્માનિત 'નેશનલ એવોર્ડ'ને લઇને ચોંકાવનારી વાત કહી છે.
ચાર વખત નેશનલ એવોર્ડ જીતી ચૂકેલી કંગના રાનોટે તેના જન્મદિવસ પર મીડિયા સાથે વાતચીત કરી. આ દરમિયાન તેણે 'મણિકર્ણિકા'ને નેશનલ એવોર્ડ મળવાની આશા વ્યક્ત કરી. સાથે જ તેણે કહ્યું કે, જો 'મણિકર્ણિકા'ને રાષ્ટ્રીય પુરસ્કાર નહીં મળે તો નેશનલ એવોર્ડની વિશ્વસનીયતા પર સવાલ ઉઠશે. કંગનાએ ત્યાં સુધી કહ્યું કે, તેને નથી લાગતું કે રાષ્ટ્રીય સન્માન માટે આ વર્ષે અત્યાર સુધી 'મણિકર્ણિકા'થી વધુ સારી કોઇ ફિલ્મ આવી છે અથવા આવશે.
કંગનાએ પોતાની વાતને સ્પષ્ટ કરતાં કહ્યું કે, ઘણીવાર અમુક વસ્તુ એટલી સરસ હોય છે કે જો તમે એનું સન્માન ન કરો તો સન્માન કરનારી સંસ્થાનું અપમાન હોય છે. જો મારી ફિલ્મ 'મણિકર્ણિકા'ને રાષ્ટ્રીય પુરસ્કાર નહીં મળે તો National Awardની ક્રેડિબિલિટી પર સવાલ ઉઠશે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં કંગના રાનોટ તેની આગામી ફિલ્મને લઇને ચર્ચામાં છે. કહેવાય છે કે, તે રાજકીય નેતા જયલલિતા પર બનનારી બાયોપિકમાં કામ કરશે. આ ફિલ્મ તમિલ અને હિંદી ભાષામાં રીલિઝ થશે. આ ફિલ્મ કંગનાના કરિયરની સૌથી મોટી ફિલ્મ સાબિત થઇ શકે છે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર