બળાત્કારીઓને જાહેરમાં ગોળી મારો- હાથરસની ઘટના પર ગુસ્સે ભરાઇ કંગના રનૌટ

News18 Gujarati
Updated: September 29, 2020, 5:38 PM IST
બળાત્કારીઓને જાહેરમાં ગોળી મારો- હાથરસની ઘટના પર ગુસ્સે ભરાઇ કંગના રનૌટ
કંગના રનૌટ, એક્ટ્રેસ

હાથરસની ઘટના પર કગંના રનૌટ અને રિચા ચડ્ઢાનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો છે. તેઓએ 19 વર્ષની સગીરા માટે ન્યાયની માંગણી કરી છે

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક:  ઉત્તર પ્રદેશનાં હાથરસમાં ગેંગરેપ પીડિતાએ 15 દિવસ બાદ ઇલાજ આજે દમ તોડી દીધો. અપરાધીઓએ 19 વર્ષની સગીરા સાથે ગેંગરેપ કરી તેની જીભ કાપી નાંખી હતી. 14 સ્પટેમ્બરનાં સગીરા સાથે ગેંગરેપ થયો હતો. જે બાદ તેને અલીગઢની JN મેડીકલ કોલેજ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં તેની પરિસ્થિતિ ગંભિર હતી. જે બાદ તેને દિલ્હીની ICUમાં શિફ્ટ કરવામાં આવી હતી.

હાથરસની ઘટના પર કગંના રનૌટ અને રિચા ચડ્ઢાનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો છે. તેઓએ 19 વર્ષની સગીરા માટે ન્યાયની માંગણી કરી છે.

હાથરસની ઘટના પર કંગના રનૌટે ટ્વિટ કરીને કહ્યું કે, આ બળાત્કારીઓને જાહેરમાં ગોળી મારી દો. દર વર્ષે ગેંગરેપનાં આંકડા વધતા જાય છે આનો અર્થ શું ? કેટલો દુખદ અને શરમજનક દિવસ છે દેશ માટે. આપણા માટે શરમજનક વાત કહેવાય આપણી દીકરી આપણી સામે હારી ગઇ.હાથરસની ઘટના પર એક્ટ્રેસ રિચા ચડ્ઢાએ નારાજગી જતાવી છે. તેણે ટ્વિટ કરીને કહ્યું છે કે, 'દરેકને સન્માનની સાથે જીવવાનો હક છે. આનાં અપરાધીઓને કડકમાં કડક સજા આપો.' આ સાથે જ રિચાએ #JusticeForHarthrasVictim હેશટેગનો ઉપયોગ કર્યો છે.અક્ષય કુમારે પણ હથરસની ઘટના પર ટ્વિટ કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. અક્ષય કુમાર લખે છે કે, ગુસ્સો આવે છે કેટલું નિર્દય કૃત્ય છે  હથરસ ગેંગરેપ. આ બધુ ક્યારે બંધ થશે? આપણા કાયદા ક્યારે એટલાં સખત થશે કે, સજાનાં ડરથી જ રેપિસ્ટોનાં મનમાં આવા વિચાર જ ન આવે. આવાં દોષિતોને ફાંસી આપો. બહેન દીકરીઓની રક્ષા માટે  તમારો અવાજ બુલંદ કરો, કમસે કમ એ આપણે કરી શકીએ છીએ.
Published by: Margi Pandya
First published: September 29, 2020, 4:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading