Home /News /entertainment /કંગના રનૌત રાજકારણમાં ઝંપલાવવા માટે તૈયાર! અહીંથી લડવા માગે છે ચૂંટણી
કંગના રનૌત રાજકારણમાં ઝંપલાવવા માટે તૈયાર! અહીંથી લડવા માગે છે ચૂંટણી
કંગના રનૌત ફિલ્મ 'ઇમરજન્સી'માં જોવા મળશે. (ફોટો ક્રેડિટ્સ: Instagram@kanganaranaut)
કંગના રનૌત તેના બોલ્ડ નિવેદનોને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે. તેણે હવે રાજકારણમાં આવવાનું મન બનાવી લીધું છે. એક્ટ્રેસનું કહેવું છે કે જો ભાજપ તેનો સંપર્ક કરે તો તે ચૂંટણી મેદાનમાં ઉતરવા તૈયાર છે.
Kangana Ranaut : કંગના રનૌતે ફિલ્મી દુનિયામાં એક ખાસ સ્થાન હાંસલ કર્યું છે. એક્ટ્રેસ હોવા ઉપરાંત તેને રાજકારણમાં પણ ઊંડો રસ છે. એક્ટ્રેસે ઘણી વખત રાજકારણમાં આવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તે અલગ-અલગ મુદ્દાઓ પર પોતાના મક્કમ અભિપ્રાયને કારણે ચર્ચામાં રહે છે. એવું લાગે છે કે એક્ટ્રેસ નજીકના ભવિષ્યમાં રાજકારણમાં જોડાવા માટે તૈયાર છે.
કંગના તાજેતરમાં હિમાચલ પ્રદેશ ગઈ હતી અને આજતક દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. એક્ટ્રેસે કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે જો જનતા ઈચ્છે અને ભાજપ તેને ટિકિટ આપે છે તો તે હિમાચલ પ્રદેશના મંડીથી ચૂંટણી લડવા તૈયાર છે.
જ્યારે કંગનાને રાજનીતિમાં જોડાવાની તેની યોજના વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, "કોઈ પણ પરિસ્થિતિ હોય, સરકાર ઈચ્છે કે હું તેમાં ભાગ લઉં, તો હું દરેક રીતે સામેલ થવા માટે તૈયાર છું." તેણે વધુમાં કહ્યું, 'મેં કહ્યું કે આ ઘણું સારું રહેશે. હિમાચલ પ્રદેશના લોકો મને સેવા કરવાનો મોકો આપે. ખરેખર તે સૌભાગ્યની વાત હશે.
એક્ટ્રેસે હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું, "હિમાચલ પ્રદેશ આમ આદમી પાર્ટી (AAP) ના ખોટા વચનોમાં નહીં ફસાય. હિમાચલના લોકો પાસે પોતાની સૌર ઉર્જા છે અને લોકો પોતાની રીતે શાકભાજી ઉગાડે છે. તમારી મફતની રેવડી હિમાચલમાં કામ નહીં કરે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, 35 વર્ષીય એક્ટ્રેસ ફિલ્મ 'ઇમર્જન્સી'માં જોવા મળશે. આ ફિલ્મમાં અનુપમ ખેર, સતીશ કૌશિક, શ્રેયસ તલપડે અને મિલિંદ સોમન પણ છે. આ ફિલ્મમાં તે ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનું પાત્ર ભજવતી જોવા મળશે. તેમના દ્વારા ડાયરેક્ટેડ આ બીજી ફિલ્મ હશે. એક્ટ્રેસ પાસે 'તેજસ' અને 'ટીકુ વેડ્સ શેરુ' જેવી ફિલ્મો પણ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર