કંગના રનૌટ (Kangana Ranaut)એ શિવ સૈનિકો (ShivSena) દ્વારા તેનાં પોસ્ટર પર ચપ્પલ માર્યાનો વીડિયો શેર કર્યોછે. અને પોતાની નારાજગી જાહેર કરતાં મુંબઇ અંગે કમેન્ટ કરી છે.
મુંબઇ: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસમાં શરૂઆતથી જ ખુલ્લેઆમ બોલી રહેલી એક્ટ્રેસ કંગના રનૌટ (Kangana Ranaut)બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં તેની બેબાકી માટે જાણીતી છે. તે દેશ અને ઇન્ડસ્ટ્રીને લગતા મુદ્દાઓ પર પોતાનો મત જાહેર કરતી રહેતી હોય છે. આ વચ્ચે હાલમાં તેણે એક પોસ્ટ શેર કરી છે. જેમાં મુંબઇકર તેને ઘેરતા નજર આવ્યાં. તેને પોસ્ટમાં મુંબઇને Pok સાથે સરખાવ્યું હતું. જે બાદ શિવસેના (Shivsena)નાં કાર્યકર્તાઓમાં શુક્રવારે તેનાં વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યુ હતું. આ પ્રદર્શન દરમિયાન કંગનાનાં પોસ્ટર્સ પર ચપ્પલ માર્યા હતાં. હવે કંગનાએ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે.
કંગના રનૌટે તેનાં ટ્વિટર પેજ પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં તે લખે છે કે, 'સુશાંત અને સાધુઓનાં મર્ડર બાદ હવે પ્રશાસન અંગે મારા મતને કારણે મારા પોસ્ટર્સને ચપ્પલથી માર્યુ, લાગે છે કે મુંબઇ લોહીની આદી થઇ ગઇ છે.' આ પોસ્ટની સાથે કંગનાએ એક ઇમોજી શેર કરી છે આ સાથે જ તેણે પોતાનાં પોસ્ટની સાથે એક વીડિયો પણ રીટ્વિટ કર્યો છે જેમાં શિવસેનાનાં કાર્યકર્તાઓ તેનાં પોસ્ટર પર ચપ્પલ વરસાવતા નજર આવે છે.
After Sushant and Sadhus murder now beating my posters with chappals for my opinions on administration, it seems Mumbai is addicted to blood🙂 https://t.co/dWRSnL6NCE
ઉલ્લેખનીય છે કે, કંગનાએ હાલમાં જ એક ટ્વિટમાં સવાલ કર્યો હતો કે, 'મુંબઇ પાકિસ્તાનનાં કબ્જાવાળા કાશ્મીર જેવી કેમ લાગી રહી છે? ' તેણે 1 સ્પટેમ્બરનાં એક સમાચાર રિપોર્ટને પણ ટેગ કરી હતી જેમાં સંજય રાઉતે કથિત રીતે કહ્યું હતું કે, જો તે મુંબઇની પોલીસથી ડરે છે તો તેણે મુંબઇ પરત ન આવવું જોઇએ.
किसी के बाप का नहीं है महाराष्ट्र, महाराष्ट्र उसी का है जिसने मराठी गौरव को प्रतिष्ठित किया है। और मैं डंके की चोट पे कहती हूँ हॉ मैं मराठा हूँ ,उखाड़ो मेरा क्या उखाड़ोगे? pic.twitter.com/MVvyiXiLzc
કંગનાને ધમકીઓ મળી તો તે ચૂપ કેમની બેસી રહે. તેણે ટ્વિટ કરી પોતાની ભડાસ કાઢી છે અને લખ્યું છે કે, 'કોઇનાં બાપનું નથી મહારાષ્ટ્ર, મહારાષ્ટ્ર તેમનું છે જેમની મરાઠી ગૌરવને પ્રતિષ્ઠિત કરે છે. અને હું ડંકાની ચોટ પર કહું છુ કે હું મરાઠા છું, ઉખાડો મારું શું ઉખાડી શકો છો.'
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર