કંગનાએ 3 ફ્લેટ ભેળવ્યાનાં આરોપો પર તોડી ચુપ્પી, મહારાષ્ટ્ર સરકારને કહી- 'મહાવિનાશકારી'

કંગના રનૌટ, એક્ટ્રેસ

કંગના ટ્વિટ કરીને લખ્યું છે કે, 'મહાવિનાશકારી સરકાર દ્વારા નકલી પ્રચાર, મે કોઇપણ ફ્લેટને જોડ્યો નથી. સંપૂર્ણ ઇમારત એવી રીતે બનવવામાં આવી છે, એક એક એપાર્ટમેન્ટ, દરેક માળ, મે તેને એમજ ખરીદ્યો હતો. આખી બિલ્ડિંગમાં BMC ફક્ત મને જ પરેશાન કરી રહી છે. અમે ઉચ્ચ ન્યાયાલયથી લડીશું. '

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: એક્ટ્રેસ કંગના રનૌટ વર્ષ 2020માં મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ સતત હુમલા કરી રહી છે. ઘણી ખરી રીતે કંગના અને શિવસેના સરકારની વચ્ચે ભારે ઘર્ષણ જોવા મળ્યું છે. હવે કંના રનૌટે મહારાષ્ટ્ર સરકારને 'મહાવિનાશકારી સરકાર' કહી દીધી છે. કંગનાનાં આ તીખા તેવર દિંડોશી સિવિલ કોર્ટનાં એક નિર્ણય પર છે. ખરેખરમાં, હાલમાં જ મુંબઇની દિડોશી સિવિલ કોર્ટે ફ્લેટમાં અનધિકૃત નિર્માણ કાર્યને પાડી નાખવા માટે BMCને રોકવા માટે તેમની અરજી પર નિર્ણ સંભળાવ્યો હતો. તેનાં નિર્ણયમાં કોર્ટે માન્યું છે કે, કંગનાએ ફ્લેટોનાં નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. આ સાથે જ કોર્ટે કંગનાની અરજી પણ ખારીજ કરી દીધી છે.

  જે બાદ દિંડોશી સિવિલ કોર્ટનાં આ નિર્ણય પર કંગના રનૌટે પણ પ્રતિક્રિયા આપી છે. કંગનાએ ટ્વિટ કરી મહારાષ્ટ્ર સરકારને મહાવિનાશકારી સરકાર ગણાવી છે. આ નિર્ણયને તેમનો પ્રોપગેન્ડા ગણાવ્યો છે. સાથે જ એમ પણ કહ્યું છે કે, તે આ નિર્ણયની વિરુદ્ધ હાઇકોર્ટમાં જશે.

  કંગના દ્વારા કરવામાં આવેલી ટ્વિટ


  કંગના ટ્વિટ કરીને લખ્યું છે કે, 'મહાવિનાશકારી સરકાર દ્વારા નકલી પ્રચાર, મે કોઇપણ ફ્લેટને જોડ્યો નથી. સંપૂર્ણ ઇમારત એવી રીતે બનવવામાં આવી છે, એક એક એપાર્ટમેન્ટ, દરેક માળ, મે તેને એમજ ખરીદ્યો હતો. આખી બિલ્ડિંગમાં BMC ફક્ત મને જ પરેશાન કરી રહી છે. અમે ઉચ્ચ ન્યાયાલયથી લડીશું. '

  આપને જણાવી દઇએ કે, આ સંપૂર્ણ મામલો કંગના રનૌટનાં ખાર વિસ્તારમં સ્થિત ઘરથી સંબંધિત છે. જ્યાં BMCનો આરોપ છે કે, કંગનાએ આ ફ્લેટમાં ગેરકાયદે નિર્માણ કર્યું છે. તો કંગનાએ આ આરોપને ખોટા ગણાવ્યાં છે અને એક અરજી દાખલ કરી હતી. જેમાં BMC દ્વારા તેનું ઘર તોડવાની કાર્યવાહી પર રોક લગાવવાની માંગણી કરી હતી.

  આ પણ વાંચો- શાહરૂખ ખાને 2021નો પહેલો વીડિયો કર્યો શેર, ફેન્સને આપી સલાહ, ફિલ્મ વિશે પણ આપી હિન્ટ

  આ મામલે પોતાનો નિર્ણય સંભળાવતા જસ્ટિસ એલ. એસ ચૌહાણે કહ્યું કેક, 'એક્ટ્રેસે ખાર વિસ્તારમાં સ્થિત 16 માળની બિલ્ડિંગમાં પાંચમાં માળે તેનાં ત્રણ ફ્લેટને મેળવીને એક યૂનિટમાં બદલી નાંખ્યું હતું. જે હેઠળ તેણે સંક એકરિયા, ડક્ટ એરિયા અને બિલ્ડિંગનાં સામાન્ય રસ્તાને પણ કવર કરી લીધુ છે. આ સ્વીકૃત યોજનાનું ગંભીર ઉલ્લંઘન છે.' આ સાથે જ કોર્ટે એમ કહેતાં કંગનાની અરજી ખારીજ કરી દીધી કે, એક્ટ્રેસ આ સાબિત કરવામાં અસક્ષમ રહી છે કે, કેમ BMCની નોટિસ કાયદાકીય રૂપે ખોટી છે.

  આ પણ વાંચો- PHOTOS:દીપિકાએ પતિ રણવીર સિંહની સાથે ઉજવ્યું નવું વર્ષ, નેશનલ પાર્કમાં કર્યું ભ્રમણ

  આપને જણાવી દઇએ કે, વર્ષ 2018માં BMC દ્વારા કંગના રનૌટને તેનાં ખાર સ્થિત ઘરમાં અનઅધિકૃત નિર્માણ કાર્ય માટે નોટિસ બજાવવામાં આવી હતી.
  Published by:Margi Pandya
  First published: