Home /News /entertainment /સ્વરા ભાસ્કરના લગ્ન પર આ શું બોલી ગઇ કંગના રનૌત! સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઇ એક્ટ્રેસની ટ્વીટ
સ્વરા ભાસ્કરના લગ્ન પર આ શું બોલી ગઇ કંગના રનૌત! સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઇ એક્ટ્રેસની ટ્વીટ
સ્વરા ભાસ્કર અને કંગના રનૌતની ટ્વીટ વોર ઘણી વખત ચર્ચામાં આવી છે.
Kangana Wishes Swara: કંગના રનૌત અને સ્વરા ભાસ્કર વચ્ચેના વૈચારિક મતભેદોથી દરેક વ્યક્તિ વાકેફ છે. હવે સ્વરાના લગ્નની તસવીરો પર કંગનાની કોમેન્ટે સૌનું ધ્યાન ખેંચ્યું છે. કંગનાની ટ્વિટ સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઇ રહી છે.
Kanagana on swara Bhasker Wedding : સ્વરા ભાસ્કર અને કંગના રનૌતની ટ્વીટ વોર ઘણી વખત ચર્ચામાં આવી છે. હવે સ્વરા અને ફહાદના લગ્નની પોસ્ટ પર કંગનાની પોસ્ટે બધાનું ધ્યાન ખેંચ્યું છે. લોકો કંગનાના વખાણ કરી રહ્યા છે. તે જ સમયે, ઘણા લોકો તેને પૂછે છે કે તે ક્યારે લગ્ન કરશે. કંગના રનૌત અને સ્વરા ભાસ્કરે તનુ વેડ્સ મનુમાં સાથે કામ કર્યું છે. જોકે, સોશિયલ મીડિયા પર બંને વચ્ચે ઘણી વખત મતભેદો જોવા મળ્યા છે.
કંગના રનૌતે કરી આ ટ્વિટ
સ્વરા ભાસ્કરના લગ્નના સમાચાર આવ્યા બાદ ઘણા લોકો તેને અભિનંદન આપી રહ્યા છે. આમાં કંગના રનૌતનું નામ પણ ઉમેરાયું છે. સ્વરાએ લગ્ન બાદ અનેક ટ્વિટ કર્યા છે. લેટેસ્ટ ટ્વીટમાં તેણે કોર્ટની કેટલીક તસવીરો શેર કરી છે. આમાં તે અને ફહાદ હસતા, પેપર પર સહી કરતા અને ડાન્સ કરતા જોવા મળે છે.
કંગનાએ બંનેના વખાણ કરતા લખ્યું છે કે, તમે બંને ખુશ અને સુખી દેખાઈ રહ્યા છો, એ ભગવાનની કૃપા છે.... લગ્ન તો દિલમાં થાય છે, બાકી બધી ઔપચારિકતા છે. આ સાથે બે હાર્ટ ઇમોજી પણ બનાવ્યા છે.
You both look happy and blessed that’s God’s Grace … marriages happen in the hearts rest all are formalities … ♥️♥️
ઘણા લોકોએ કંગનાના ટ્વીટના વખાણ કર્યા છે. એકે લખ્યું છે કે, એટલા માટે હું તને ખૂબ પ્રેમ કરું છું કંગના. બીજાએ લખ્યું છે કે, કંગનાનો આટલો શાલીન અંદાજ અદ્ભુત છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું છે, મેમ તમે ક્યારે લગ્ન કરી રહ્યા છો?
બંનેની ફિલ્મને યાદ કરતા એક યુઝરે લખ્યું છે કે તનુ વેડ્સ મનુમાં કંગના અને સ્વરા મિત્રો તરીકે કેટલી સારી દેખાઈ રહી છે, પરંતુ રાજકીય મતભેદોને કારણે બંને રિયલ લાઇફમાં એકબીજાને નફરત કરવા લાગ્યા. એક યુઝરે એમ પણ લખ્યું છે કે, આગળનો નંબર તમારો છે, ટ્વીટ કહી રહ્યું છે, આવા ફોટા જલ્દી આવવાના છે, માહોલ બનાવી રહી છે.
એક વીડિયો શેર કરતા સ્વરા ભાસ્કરે લખ્યું, 'ક્યારેક તમે તેને આખી દુનિયામાં શોધો છો, જે તમારી બાજુમાં હોય છે. અમે પ્રેમની શોધમાં હતા પરંતુ અમને પહેલા મિત્રતા મળી અને પછી અમે એકબીજાને શોધી કાઢ્યા. મારા હૃદયમાં તમારું સ્વાગત છે ફહાદ અહેમદ.
જણાવી દઇએ કે ફહાદ અહેમદ વિદ્યાર્થી નેતા અને સામાજિક કાર્યકર છે. તેમણે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ સ્ટુડન્ટ યુનિયનના જનરલ સેક્રેટરી તરીકે સેવા આપી છે. જુલાઈ 2022 માં ફહાદ અબુ આસિમ આઝમી અને રઈસ શેખની હાજરીમાં સમાજવાદી પાર્ટીમાં જોડાયા હતા. તેઓ મહારાષ્ટ્રમાં યુવાજન સભા અને સપાના મુંબઈ એકમના પ્રમુખ પદે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર