કંગના રનૌટને મુંબઇની મેયરે કહી હતી 'દો ટકે કે લોગ', 'પંગા ગર્લ' નો પલટવાર

મુંબઇની મેયર અને કંગના રનૌટ

કંગના રનૌટ (Kangana Ranaut)નાં હકમાં નિર્ણય આવ્યા બાદ મેયર કિશોરી પેડનેકર (Kishori Pednekar)એ એક્ટ્રેસ માટે અપશબ્દનો ઉપયોગ કર્યો હતો, જેનાં પર પંગા ગર્લે ટ્વિટ કરીને પલટવાર કર્યો છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ (Bollywood) એક્ટ્રેસ કંગના રનૌટ (Kangana Ranaut)એ મુંબઇ (Mumbai) સ્થિત ઓફિસમાં 9 સપ્ટેમ્બરનાં BMC દ્વારા કરવામાં આવેલી તોડફોટ અંગે બોમ્બે હાઇકોર્ટે નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે નિર્ણય કંગનાનાં હકમાં સંભળાવ્યો છે. કંગનાએ આ નિર્ણય પર ખુશી જાહેર કરી છે. પણ આ વચ્ચે મુંબઇની મેયર કિસોરી પેડનેકર (Kishori Pednekar)એ એવું નિવેદન આપ્યું છે કે ફરી એક વખત આ મામલો ચર્ચામાં આવ્યો છે. મેયરે કંગના માટે અપશબ્દ બોલ્યા છે જેનાં પર એક્ટ્રેસે ટ્વિટ કરીને પલટવાર કર્યો છે. સોશિયલ મીડિયા (Social Media) પર કંગનાની ટ્વિટ ઘણી જ વાયરલ થઇ રહી છે.

  કોર્ટનાં નિર્ણય બાદ મેયર કિશોરી પેડનેકર (Kishori Pednekar)એ કહ્યું હતું કે, તમામ લોકો ચકિત છે કે, એક એક્ટ્રેસ જે હિમાચલમાં રહે છે, અહીં આવે છે અને અમારા મુંબઇને POK કહે છે. એવાં બે ટકાનાં લોકો કોર્ટને રાજકીય અખાડો બનાવવાં ઇચ્છે છે. આ ખોટું છે. પેડનેકરે કહ્યું કે, 'કંગનાનો બંગલો તોડવાની કાર્યવાહી નિયમો મુજબ કરવામાં આવી હતી. હાઇકોર્ટનાં નિર્ણય પર જલદી જ BMCની કાયદાની ટીમ સાથે બેઠક કરવામાં આવશે.'  તો, મેયરની આ વાતનો કંગનાએ પલટવાર આપ્યો છે. તેણે વીડિયો શેર કરતાં લખ્યું છે કે, 'ગત કેટલાંક મહિનાઓમાં મને મહારાષ્ટ્ર સરકાર તરફથી એટલાં લીગલ કેસ, ગાળો, બેઇજ્જતી અને બદનામી મળી છે કે મને બોલિવૂડ માફિયા, આદિત્ય પંચોલી અને રિતિક રોશન જેવાં લોકો હવે ભલા માણસો લાગવા લાગ્યા છે. ન જાણે મારામાં એવું તે શું છે, જે લોકોને આ હદે પરેશાન કરે છે. '

  આ પણ વાંચો-લગ્નસરાની સીઝનમાં બદલાયો સોના-ચાંદનો ભાવ, જાણો અમદાવાદમાં શું છે સોનાનો આજનો રેટ

  આપને જણાવી દઇએ કે, કોર્ટે તેમનાં નિર્ણયમાં સ્પષ્ટ કહ્યું કે , BMCનું એક્શન દુર્ભાવનાપૂર્ણ રીતે કરવામાં આવ્યું છે. તેથી કંગનાને તોડફોડ માટે વળતર આપવાનું રહેશે. કોર્ટનાં નિર્ણય બાદ કંગનાએ એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેણે આ નિર્ણયને લોકતંત્રની જીત ગણાવી હતી. તેણે કહ્યું કે, આ એક વ્યક્તિની જીત નથી પણ લોકતંત્રની જીત છે. આપ સૌનો આભાર મને એટલી હિંમત આપવા માટે કે હું મારા તુટેલા સપનાને પાંખ આપી શકું. આપ એક વિલનની ભૂમિકા અદા કરતાં ગયા તેથી હું એક હીરો બની શકી.
  Published by:Margi Pandya
  First published: