શિવસેના અંગે ફરજી ખબર પર પ્રતિક્રિયા આપી ટ્રોલ થઇ કંગના રનૌટ, લોકોએ કહ્યું- 'એને ખબર નથી કે..'

કંગના રનૌટે શિવસેનાની ફરજી ટ્વિટ પર કરી કમેન્ટ, લોકોએ કરી ટ્રોલ

કંગના રનૌટ (Kangana Ranaut) એક ખોટી ખબર પર પ્રતિક્રિયા આપી દીધી હતી જેને કારણે તે ટ્રોલર્સનાં નિશાને ચઢી ગઇ છે. એક્ટ્રેસનું ફર્જી ખબર પર રિએક્શન તે સમયે આવ્યું જ્યારે તેનાં અને શિવસેના વચ્ચેની બબાલ વધતી જઇ રહી છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌટ (Kangana Ranaut) હાલમાં શિવસેના સાથેની જંગને કરાણે ચર્ચામાં છે. હાલમાં જ BMC દ્વારા એક્ટ્રેસની ઓફિસને તોત પાડવામાં આવી છે જે બાદ એક્ટ્રેસે ટ્વિટર પર ખુલ્લમ ખુલ્લા મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) પર પડકાર ફેંક્યો હતો. જોકે, ગત સોમવારે એક્ટ્રેસ મનાલી પરત જતી રહી છે. કંગનાએ સોશિયલ મીડિયા (Social Media) દ્વારા તેને પરત મનાલી જવાની સૂચના તેનાં ફેન્સને આપી હતી. આ વચ્ચે કંગના રનૌટ (Kangana Ranaut) તેની એક ટ્વિટ દ્વારા ટ્રોલર્સનાં હથ્થે ચડી ગઇ હતી.

  ખરેખરમાં, કંગના રનૌટે એક ફરજી ખબર પર પ્રતિક્રિયા આપી દીધી હતી. જેને કારણે તે ટ્રોલર્સનાં નિશાને ચડી ગઇ હતી. એક્ટ્રેસનું ફરજી ખબર પર રિએક્શન તે સમયે આવ્યું જ્યારે તેનાં અને શિવસેના વચ્ચેની બબાલ વધતી જઇ રહી છે. હાલમાં જ એક વ્યંગ વેબ પોર્ટલ The Fauxy.com પર તેનાં ટ્વિટર પેજ પર પોસ્ટ કરી હતી જેમાં લખ્યું હતું કે, 'ફેસબૂક લોન્ચ- 'અપને આપ કો શિવસેના કે ગુંડે સે બચા કર રખે.'

  કંગનાએ કોમિક વેબસાઇટની ટ્વિટ પર આપ્યું હતું રિએક્શન


  આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતાં કંગના રનૌટે લખ્યું હતું કે, 'ધન્યવાદ ફેસબૂક, લોકતંત્રમાં મુક્ત ભાષણ સુરક્ષિત હોવું જોઇએ। લોકોએ કોરોના વાયરસથી વધુ સોનિયા સેનાથી બચવાની જરૂર છે. વિચારશીલ થવા માટે શુક્રિયા, ખુબ જ સરસ.'

  આ પણ વાંચો- સામંથાએ સારા અલી અને રકૂલ પ્રીતને કહ્યું Sorry, આ છે કારણ....  કંગનાની પોસ્ટ પર યૂઝર્સની કમેન્ટ

  કંગનાની આ પોસ્ટ પર સોશિયલ મીડિયા યૂઝર્સ તેમની પ્રતિક્રિયા આપી રહ્યાં છે અને કંગનાને ટ્રોલ કરી રહ્યાં છે. એક યૂઝરે કંગનાની પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું કે, 'એ વિચારીને કન્ફૂઝ છુ કે, તેમને ખબર છે કે નહીં, આ એક હ્યૂમર વેબસાઇટ છે અને તે આની સાથે રમી રહી છે કે નહીં.' તો અન્ય એક લખે છે કે, 'Fauxy એક કોમિક વેબસાઇટ છે. આ એક વ્યંગ હશે.'

  તો એક યૂઝરે કંગનાને પૂછી લીધુ કે, 'શું આપ સાચેમાં આમ કરી રહ્યાં છો, શું ખરેખરમાં આપને ખબર નથી કે આ એક કોમિક વેબસાઇટ છે. મને લાગે છે કે તમને આ માલૂમ નથી.'
  Published by:Margi Pandya
  First published: