મુંબઈ. શીખ સમુદાય (Sikh Community) વિરુદ્ધ વાંધાજનક નિવેદન બાદ ફિલ્મ એક્ટ્રેસ કંગના રનૌત (Kangana Ranaut) મુંબઈ સ્થિત ખાર પોલિસ સ્ટેશન પહોંચી છે. જણાવી દઈએ કે આ મામલામાં પોલીસે કલમ 295A હેઠળ કેસ નોંધ્યો છે. કંગના બુધવારે પોતાનું નિવેદન નોંધવા માટે પોલીસ સ્ટેશન પહોંચવાની હતી, પરંતુ અભિનેત્રી પોતાનું નિવેદન નોંધવા નહોતી આવી અને પોલીસ પાસે નવી તારીખ માંગી હતી, પરંતુ પોલીસે તેની અપીલનો જવાબ આપ્યો ન હતો. જેના પછી કંગના રનૌત પોતાનું નિવેદન નોંધવા ખાર પોલીસ સ્ટેશન પહોંચી છે.
તમને જણાવી દઈએ કે કંગના રનૌત પર ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાના મુદ્દે સોશિયલ મીડિયા પર શીખ સમુદાય વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી લખવા બદલ દેશભરમાં જોરદાર વિરોધ થયો હતો અને આ જ કેસમાં મુંબઈના ખાર પોલીસ સ્ટેશન (Mumbai Khar Police Station)માં કેસ નોંધવામાં આવ્યો હતો.
વાત એમ છે કે, બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને એ પોસ્ટ પર વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆરના સંબંધમાં પોલીસ સમક્ષ હાજર થવાનું હતું જેમાં તેણે કથિત રીતે ખેડૂતોના આંદોલનને અલગતાવાદી જૂથ સાથે જોડ્યું હતું. શીખ સંગઠનની ફરિયાદ બાદ ગયા મહિને ખાર પોલીસ સ્ટેશનમાં કંગના રનૌત વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી.
પોલીસે તેને આ મહિનાની શરૂઆતમાં પૂછપરછ માટે નોટિસ જારી કરી હતી. કંગના રનૌતના વકીલે બોમ્બે હાઈકોર્ટને કહ્યું હતું કે તે 22 ડિસેમ્બરે ખાર પોલીસ સમક્ષ હાજર થશે. બુધવારે તેમના વકીલે બીજી તારીખે હાજર થવા વિનંતી કરી હતી.
કંગના રનૌતના વકીલ રિઝવાન સિદ્દીકીએ કહ્યું હતું, ‘હાઈકોર્ટના આદેશની ભાવના, હેતુ અને ઉદ્દેશ્ય મુજબ, અમે તપાસ અધિકારીને અગાઉની તારીખ માટે વિનંતી કરી છે અને અમે કોર્ટની આગામી સુનાવણી પહેલા પ્રક્રિયાને ઝડપી બનાવવા માંગીએ છીએ. તપાસ અધિકારીઓ અમને સમજવા તૈયાર ન હતા. તેમણે ન તો મારા ફોન કોલ્સ કે મેસેજનો જવાબ આપ્યો, ન તો તેમણે મારા પત્રનો જવાબ આપ્યો જે મેં આદેશના તરત બાદ મોકલ્યો હતો.’
તેણે કહ્યું, 'હવે મારા ક્લાયન્ટ તેની પાસે અવેલેબલ અન્ય કોઈ તારીખે હાજર થશે. જો અધિકારી અમને સમય નહીં આપે, તો અમે આ મામલોનો નિર્ણય હાઇકોર્ટ પર છોડી દઈશું.’ મુંબઈ પોલીસે અગાઉ બોમ્બે હાઈકોર્ટને કહ્યું હતું કે તે 25 જાન્યુઆરી, 2022 સુધી રનૌતની તેની સોશિયલ મીડિયા પોસ્ટ માટે ધરપકડ કરશે નહીં, જેમાં કથિત રીતે ખેડૂતોના વિરોધને અલગતાવાદી જૂથ સાથે જોડવામાં આવ્યો હતો.
પોલીસનું નિવેદન ત્યારે આવ્યું જ્યારે હાઇકોર્ટે કહ્યું કે આ મુદ્દામાં રનૌતના અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂળભૂત અધિકારનો મોટો પ્રશ્ન સામેલ છે અને કોર્ટે તેને થોડી વચગાળાની રાહત આપવી પડશે. રનૌતે આ મહિનાની શરૂઆતમાં ખાર પોલીસ સ્ટેશનમાં તેમની સામે દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને રદ કરવાની માંગ કરીને હાઈકોર્ટમાં અરજી કરી હતી.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર