કંગના રનૌતે ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મના વખાણ કરી તેને પ્રમોટ કરવાની અપીલ કરી
કંગના રનૌતે (Kangana Ranaut) પણ ધ કાશ્મીર ફાઈલ્સ (The Kashmir Files) ની ટીમને આવી ફિલ્મ બનાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. વિવેક અગ્નિહોત્રી (Vivek agnihotri) દ્વારા નિર્દેશિત, 'ધ કાશ્મીર ફાઇલ્સ'માં અનુપમ ખેર (Anupam Kher), મિથુન ચક્રવર્તી (mithun chakraborty) જેવા કલાકારો છે
કંગના રનૌતે (Kangana Ranaut) ફિલ્મ જોયા બાદ 'ધ કાશ્મીર ફાઇલ્સ' (The Kashmir Files) ના વખાણ કર્યા અને દાવો કર્યો કે, આ ફિલ્મે બોલિવૂડને 'પાપ'માંથી મુક્ત કરી છે. કંગના રનૌતનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે ફિલ્મના બહાને બોલિવૂડ વિશે ઘણું બધું કહી રહી છે. વીડિયોમાં કંગના કહી રહી છે કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જે લોકો ઉંદરોની જેમ બિલોમાં છુપાયેલા છે તેમણે ફિલ્મનું પ્રમોશન કરવું જોઈએ.
કંગનાએ પણ ટીમને આવી ફિલ્મ બનાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. વિવેક અગ્નિહોત્રી (Vivek agnihotri) દ્વારા નિર્દેશિત, 'ધ કાશ્મીર ફાઇલ્સ'માં અનુપમ ખેર (Anupam Kher), મિથુન ચક્રવર્તી (mithun chakraborty) જેવા કલાકારો છે. વીડિયોમાં, કંગના રનૌત પાપારાઝીને કાશ્મીર ફાઇલ્સ ટીમ વિશે કહે છે, "તેમને ખૂબ ખૂબ અભિનંદન. તેમણે બોલિવૂડના પાપો ધોઈ નાખ્યા છે.
કંગનાઃ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકોએ 'ધ કાશ્મીર ફાઇલ્સ'નો પ્રચાર કરવો જોઈએ
અભિનેત્રીએ આગળ કહ્યું, 'આટલી સારી ફિલ્મ બની છે. આ ફિલ્મ એટલી વખણાય છે કે, ઉંદરોની પોતાના બીલમાં છૂપાયેલા બધા ઇન્ડસ્ટ્રીના લોકોએ પોતાના બિલમાં બહાર આવીને તેનો પ્રચાર કરવો જોઈએ. ઘણી બધી બકવાસ ફિલ્મોનો પ્રચાર કરો છો. તેઓએ આવી સારી ફિલ્મને પણ પ્રમોટ કરવી જોઈએ.
કંગનાએ બોલિવૂડને 'બુલીડાઉડ' કહીને ફટકાર લગાવી
આ પહેલીવાર નથી કે, જ્યારે કંગનાએ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ની પ્રશંસા કરી હોય અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ટીકા કરી હોય. ગયા અઠવાડિયે, કંગના રનૌતે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર ફિલ્મ વિશે એક નોંધ શેર કરી હતી, જેમાં તેણે ફિલ્મની કમાણી અને વિવેચકો અને લોકોની પ્રતિક્રિયા વિશે વાત કરી હતી. તેણે બોલિવૂડને 'બુલીદાઉડ' કહીને ટોણો માર્યો હતો.
કંગના રનૌતે લખ્યું, 'બુલીદઉડ અને તેના ચમચા આઘાતમાં જતા રહ્યા છે.' આ બધા વચ્ચે, કંગના ટૂંક સમયમાં 'તેજસ', 'ધાકડ', 'મણિકર્ણિકા રિટર્ન્સ' અને 'ઇમર્જન્સી' સહિત અનેક ફિલ્મોમાં જોવા મળશે. તે તેના પ્રોડક્શન હાઉસ 'મણિકર્ણિકા ફિલ્મ્સ' હેઠળ 'ટીકુ વેડ્સ શેરુ' ફિલ્મનું નિર્માણ પણ કરી રહી છે. હાલમાં તે રિયાલિટી શો 'લોક અપ' (Lock upp) હોસ્ટ કરી રહી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર