Home /News /entertainment /

SSR Case: એમ્સની આશંકા, ગળું દબાવીને થઇ હોઇ શકે સુશાંતની હત્યા, કંગનાએ કર્યુ ટ્વિટ

SSR Case: એમ્સની આશંકા, ગળું દબાવીને થઇ હોઇ શકે સુશાંતની હત્યા, કંગનાએ કર્યુ ટ્વિટ

કંગના રનૌટ, એક્ટ્રેસ

કંગના રનૌટ 14 જૂનથી સુશાંત સિંહ રાજપૂત મામલે કંઇને કંઇ નવાં ખુલાસા કરી રહી છે. હાલમાં પણ તેણે ટ્વિટ કરીને દીપિકાને આડકતરી રીતે આડે હાથે લીધી છે.

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સુશાંત સિંહ રાજપૂતનાં મોત મામલે ફરી એક વખત કંગના રનૌટે ટ્વિટ કરીને ખલબલી મચાવી દીધી છે. આ વખતે એક ઇંગ્લિશ વેબસાઇટની લિંક શેર કરી તેણે લખ્યું છે કે, એમ્સે સુશાંતની આત્મહત્યાની વાત નકારી દીધી છે. એમ્સની રિપોર્ટ મુજબ સુશાંતનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરી છે.

    આ સાથે જ કંગનાએ દીપિકા પાદુકોણનું નામ લીધા વગર તેનાં પર નિશાન સાધ્યું છે. તેણે ટ્વિટમાં આગળ લખ્યુ છે કે, 'ડિપ્રેશન ગેંગ ક્યા છે? જો ડિપ્રેશન ડાયાબિટીસ કે કેન્સરની જેમ હોય છે તો આપણે કેમ નથી કહેતા કે ડાયાબિટીસ કે કેન્સરનાં દર્દીએ આત્મહત્યા કરી લીધી?'



    દીપિકા પાદુકોણ દ્વારા કરવામાં આવેલી ટ્વિટ
    આપને જણાવી દઇએ કે, સુશાંતનાં નિધનનાં થોડા સમય બાદ દીપિકા પાદુકોણે એક ટ્વિટ કરી હતી જે ઘણી જ ચર્ચામાં રહી હતી જેમાં તેણે લખ્યુ હતું 'રિપીટ આફ્ટર મી' ડિપ્રેશન કેન્સર અને ડાયાબિટીસ જેવી જ એક બીમારી છે. આ સાથે જ તેણે 'રિપીટ આફ્ટર મી' એક કેમ્પેઇન ચલાવ્યું હતું જે ટ્વિટર પર ઘણું ટ્રોલ પણ થયુ હતું.



    સુશાંત કેસની વાત કરીએ તો, એમ્સનાં ડોક્ટર્સની ટીમ દ્વારા સુશાંતનાં કૂપર હોસ્પિટલનાં ડોક્ટર્સની પૂછપરછ કરવામાં આવી હતી. CBIએ આ કેસમાં એઇમ્સનાં ડોક્ટર્સની ટીમને સુશાંતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આપ્યો હતો. જે કૂપર હોસ્પિટલ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. 4 થી 6 સપ્ટેમ્બર દરમિયાન એમ્સનાં ત્રણ ડોક્ટર્સની ટીમે કપૂર હોસ્પિટલનાં 5 ડોક્ટર્સની પૂછપરછ કરી હતી.

    આ પણ વાંચો- SSR Case Exclusive: NCBની સામે રોવા લાગી રિયા, પૂછપરછમાં કર્યો એક મોટા નામનો ખુલાસો

    એમ્સે કૂપર હોસ્પિટલના ડોક્ટરની પૂછપરછ કરી
    ઇન્ડિયા ટુડેના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, સુશાંત સિંહ રાજપૂત ડેથ કેસમાં પોસ્ટમોર્ટમને સમજવા માટે CBI એમ્સની મદદ લઇ રહી છે. 4થી 6 સપ્ટેમ્બર દરમિયાન એમ્સના ત્રણ ડોક્ટરની ટીમે કૂપર હોસ્પિટલમાં 5 ડોક્ટર્સની પૂછપરછ પણ કરી હતી. સુશાંતની ડેડ બોડી 14 જૂન 2020નાં તેનાં ઘરેથી મળી, અભિનેતાના છેલ્લા ફોટોમાં તેના ગળા પર નિશાન દેખાયા હતા. લિગેચર માર્ક આડો અને ગળાની વચ્ચે હતો જે આત્મહત્યા કેસમાં હોતો નથી. સોશિયલ મીડિયા પર લોકોએ સુશાંતનું ગળું દબાવીને હત્યા કરી હોવાની ચર્ચાઓ કરી હતી. જ્યારે કૂપર હોસ્પિટલે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ આત્મહત્યા જણાવી હતી
    Published by:Margi Pandya
    First published:

    Tags: Deepika Padukone, Kangana ranaut, Sushant singh rajput, આત્મહત્યા, હત્યા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन