Home /News /entertainment /'પઠાણ'ની સફળતાથી વિફરી કંગના રનૌત! 'ખાન'ને માર્યો જોરદાર ટોણો, કરી ચોંકાવનારી ટ્વિટ

'પઠાણ'ની સફળતાથી વિફરી કંગના રનૌત! 'ખાન'ને માર્યો જોરદાર ટોણો, કરી ચોંકાવનારી ટ્વિટ

એક્ટ્રેસના નિશાના પર શાહરૂખ ખાન અને તેની ફિલ્મ પઠાણ

કંગના રનૌતે (Kangana Ranaut Tweet) હાલમાં જ એક ટ્વિટ કર્યુ હતુ, જેમાં તે બોલીવુડ વાળાન પોલિટિક્સથી દૂર રહેવાની ચેતવણી આપતી જોવા મળી હતી. તેણે આ ટ્વિટ શાહરૂખ ખાનની તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ પઠાણને ટાર્ગેટ કરતા કરી હતી, જેમાં તેણે લખ્યું કે, બોલીવુડવાળાઓ એ નેરેટિવ બનાવવાનો પ્રયાસ ન કરો કે તમે હિન્દુ દેશમાં નફરતનો સામનો કરી રહ્યાં છો.

વધુ જુઓ ...
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતની (Kangana Ranaut) હાલમાં જ ટ્વિટર પર વાપસી થઇ છે અને પ્લેટફોર્મ પર પરત ફરીને બોલિવૂડ પર નિશાન સાધ્યું છે. આ દિવસોમાં એક્ટ્રેસના નિશાના પર શાહરૂખ ખાન અને તેની ફિલ્મ પઠાણ છે, જે તાજેતરમાં રિલીઝ થઈ છે.

કંગના સતત પઠાણને તેના જાણીતા અંદાજમાં નિશાન બનાવતી જોવા મળે છે અને ફરી એકવાર તેણે આ ફિલ્મ વિશે ટ્વિટ કર્યું છે. આ વખતે એક્ટ્રેસે પઠાણની સફળતા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. તેણે ભારતના લોકો પર કેટલાક ચોંકાવનારા આરોપો પણ લગાવ્યા છે.

આ પણ વાંચો :  ના સિંદૂર કે ના મંગળસૂત્ર! અથિયાને લગ્ન બાદ પહેલીવાર આવા લુકમાં જોઇને ભડક્યા લોકો, થઇ ગઇ ટ્રોલ

હકીકતમાં, કંગના રનૌત માને છે કે ભારતીય દર્શકોએ હંમેશા બોલિવૂડના ત્રણેય ખાનને પસંદ કર્યા છે અને શાહરૂખ ખાનની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'પઠાણ'ની સફળતા તેનો પુરાવો છે. માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વીટર પર કંગનાએ લખ્યું, "શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણને પઠાણની મોટી સફળતા માટે અભિનંદન!!! આ સાબિત કરે છે કે હિંદુ મુસ્લિમો શાહરૂખ ખાનને સમાન રીતે પ્રેમ કરે છે, બહિષ્કાર ફિલ્મને નુકસાન કરતું નથી પરંતુ મદદ કરે છે, સારું સંગીત કામ કરે છે અને ભારત સુપર સેક્યુલર છે.'



કંગનાએ આ પહેલા પણ પઠાણ વિશે ઘણી ટ્વિટ કરી હતી, જે બાદ તે શાહરૂખ ખાનના ફેન્સના નિશાના પર આવી હતી. એક્ટ્રેસે ક્યારેક પઠાણના ટાઇટલ પર નારાજગી વ્યક્ત કરી અને તેને પાકિસ્તાન સાથે જોડ્યું તો ક્યારેક અન્ય કારણોસર તે સતત ફિલ્મને નિશાન બનાવતી જોવા મળી.

આ પણ વાંચો : અનુપમાના ઘરે આવ્યું નાનકડું મહેમાન, ખુશીથી ઝુમી ઉઠ્યો પરિવાર, જલદી જોઇ લો તસવીરો

આના પરથી સ્પષ્ટ થાય છે કે કંગના પઠાણની સફળતાથી ખાસ ખુશ નથી. જો કે તેણે ફિલ્મની જબરદસ્ત કમાણી માટે ફિલ્મના લીડ સ્ટાર્સને ચોક્કસપણે અભિનંદન પાઠવ્યા છે.



હાલમાં જ ટ્વિટર પર કમબેક કરનાર કંગના ફરી એકવાર જૂના કારણોસર ચર્ચામાં છે. બોલિવૂડ પ્રત્યેની તેની નારાજગી ખતમ થવાનું નામ નથી લઈ રહી. તેણે જવાબમાં કહ્યું, ખૂબ સારું વિશ્લેષણ. આ દેશ માત્ર અને માત્ર ખાનોને જ પ્રેમ કરે છે અને મુસ્લિમ અભિનેત્રીઓ માટે જુસ્સો ધરાવે છે. કંગનાએ વધુમાં કહ્યું કે, તેથી ભારત પર નફરત અને ફાસીવાદનો આરોપ લગાવવો ખૂબ જ અયોગ્ય છે. સમગ્ર વિશ્વમાં ભારત જેવો કોઈ દેશ નથી.
First published:

Tags: Bollywood Latest News, Kangana ranaut, Pathan, Shahrukh Khan

विज्ञापन