Home /News /entertainment /કિશન ભરવાડની હત્યા અંગે કંગના ભડકી કહ્યું, 'તે શહીદથી સહેજ પણ ઓછો નથી, તે દરેકની સ્વતંત્રતા માટે મૃત્યું પામ્યો છે'
કિશન ભરવાડની હત્યા અંગે કંગના ભડકી કહ્યું, 'તે શહીદથી સહેજ પણ ઓછો નથી, તે દરેકની સ્વતંત્રતા માટે મૃત્યું પામ્યો છે'
કંગના રનૌત અને કિશન ભરવાડની ફાઇલ તસવીર
Kangana Ranaut on Kishan bharwad murder" તેને પોસ્ટ ડિલિટ કરવાનું તથા માફી માગવાનું કહેવામાં આવ્યું હતું અને તેણે તેમ કર્યું હોવા છતાંય ચાર માણસોએ તેની ઘાતકી હત્યા કરી નાંખી.'
મુંબઇ : અમદાવાદ જિલ્લાના ધંધૂકામાં (Dhandhuka murder) કિશન ભરવાડની (Kishan Bharwad) ફાયરિંગમાં હત્યાના કેસ પર હાલ આખા ભારતની નજર છે. ત્યારે બોલિવૂડ ક્વિન કંગના રનોતે (Kangana Ranaut) પણ કિશન ભરવાડની હત્યા અંગે પોતાના સોશિયલ મીડિયા પોસ્ટ મુકી છે. જેમા તેણે લખ્યું છે કે, 'કિશન શહીદથી સહેજ પણ ઓછો નથી. તે દરેકની સ્વતંત્રતા માટે મૃત્યુ પામ્યો છે.' નોંધનીય છે કે, ગુજરાત ATSની ટીમે આજે દિલ્લીના મૌલાના કમરગની ઉસ્માનીની ગુજરાત દિલ્લીથી અટકાયત કરી છે. કટ્ટરવાદી વિચારધારા ધરાવતાં મૌલાના કમરગની ઉશ્કેરણીજનક ભાષણો આપે છે. અમદાવાદ લાવીને દિલ્હીના મૌલાનાની ધરપકડ કરવામાં આવશે.
'તેની વિધવાને પેન્શન મળવું જ જોઈએ'
કંગનાએ પોતાની પોસ્ટમાં લખ્યુ કે, 'ફેસબુક પોસ્ટને કારણે કિશન ભરવાડની હત્યા મસ્જિદ તથા મૌલવીએ આયોજનબદ્ધ રીતે કરી છે, કારણ કે તેઓ વિચારતા હતા કે, ભગવાનને આ પોસ્ટ નહીં ગમે. ભગવાનના નામે હત્યાઓ હવે બંધ થવી જોઇએ. આપણે કોઈ મધ્ય યુગમાં જીવતા નથી અને સરકારે આવી હત્યાઓ સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. કિશન માંડ 27 વર્ષનો હતો અને તેને બે મહિનાની દીકરી છે. તેને પોસ્ટ ડિલિટ કરવાનું તથા માફી માગવાનું કહેવામાં આવ્યું હતું અને તેણે તેમ કર્યું હોવા છતાંય ચાર માણસોએ તેની ઘાતકી હત્યા કરી નાંખી.'
તેણ વધુમાં કહ્યું કે, 'તે શહીદથી સહેજ પણ ઓછો નથી. તે દરેકની સ્વતંત્રતા માટે મૃત્યુ પામ્યો છે, આવા જ લોકો દેશને અફઘાનિસ્તાન બનાવતા અટકાવી રહ્યા છે. તેની વિધવાને પેન્શન મળવું જ જોઈએ. ઓમ શાંતિ.'
આજે દિલ્હીથી મૌલવીની કરી અટકાયત
ધંધૂકાના કિશર ભરવાડ હત્યા કેસમાં મૂળ ઉત્તરપ્રદેશના મૌલવીની સંડોવણી બહાર આવી છે. ગુજરાત ATS મોડી રાતે મોટું ઓપરેશન પાર પાડ્યુ છે. ગુજરાત ATSની ટીમે મધરાતે દિલ્હીમાંથી મૌલવીની અટકાયત કરી છે. કમરગની તહેરીક-એ-ફરોગ-ઇસ્લામી નામનું સંગઠનનો સ્થાપક છે. ત્રિપુરામાં નવેમ્બરમાં રમખાણોમાં પણ આ મૌલાના 21 દિવસ જેલમા રહ્યો હતો.
મૌલાના ઝેરીલા ભાષણ અને ઉશ્કેરણી માટે કુખ્યાત છે. તે ધર્મના નામે યુવાનોને ઉશ્કેરે છે. હજુ પણ અડધો ડઝન મૌલાનાઓ એજન્સીઓની રડારમાં છે. મૌલાના કમરગની ઉસ્માની ઉત્તરપ્રદેશના બારાબાંકીનો છે.
6 જાન્યુઆરીએ મૃતકે ફેસબુક પર ધાર્મિક લાગણી દુભાય એવી પોસ્ટ મુકી હતી. જેની 9 તારીખે ફરિયાદ થઈ અને કાર્યવાહી થઈ હતી. જે બાદ કિશને ફરીથી આવું નહીં કરે તેવી બાંહેધરી પણ આપી હતી. ફેસબુક પરની પોસ્ટને ધ્યાનમાં રાખી આયોજનબદ્ધ રીતે હત્યા કરવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર