Home /News /entertainment /Kangana Ranaut: ટ્વિટર બાદ હવે ઈંસ્ટાગ્રામમાંથી પણ ગાયબ થવાની છે કંગના રાનૌત

Kangana Ranaut: ટ્વિટર બાદ હવે ઈંસ્ટાગ્રામમાંથી પણ ગાયબ થવાની છે કંગના રાનૌત

kangana ranaut instagram

ટ્વિટર પર બેન થયા બાદ હવે કંગના ઈંસ્ટાગ્રામ પર પણ બૈન થવાની છે. આ અમે નહીં પણ કેટલાય મીડિયા રિપોર્ટ્સમાં આ પ્રકારની વાતો થઈ રહી છે.

    મુંબઈ: ટ્વિટર પર બેન થયા બાદ હવે કંગના ઈંસ્ટાગ્રામ પર પણ બૈન થવાની છે. આ અમે નહીં પણ કેટલાય મીડિયા રિપોર્ટ્સમાં આ પ્રકારની વાતો થઈ રહી છે. એક્ટ્રેસ ટ્વિટર પર તો બૈન હતી જ, પણ હવે તેને ઈંસ્ટાગ્રામ સાથે પણ ડખ્ખો કર્યો છે. જેમ કે આપ બધા જાણો છો કે, બોલિવૂડ ક્વીન કંગના રાનૌત હંમેશા કોઈને કોઈ વિવાદોમાં રહેતી હોય છે. પછી તે ફિલ્મ ઈંડસ્ટ્રીઝ હોય પછી કોઈ વ્યક્તિ, બિંદાસ પોતાના મંતવ્યો જણાવતી રહે છે. ફરી એક વાર કંગનાએ કંઈ આવું જ કર્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, કંગના રાનૌતે ઈંસ્ટાગ્રામ પર કંઈક એવું કહી દીધું છે, જે બાદ તેના ઈંસ્ટાગ્રામ પર બેનના સમાચાર આવી રહ્યા છે. હકીકતમાં કંગનાએ ઈંસ્ટાગ્રામ એપને લઈને ઈંસ્ટા પર એક પોસ્ટ નાખી છે, જ્યાં તે આ એપને વાહિયાત કહીને તેને મજાક ઉડાવતી દેખાય છે.

    આપને જણાવી દઈએ કે, કંગનાએ પોતાની ઈંસ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું છે- "ડમ્બ ઈંસ્ટાગ્રામ, આ ફક્ત ફોટો શેર કરવા માટે જ છે, આપણે આપણા મનની વાત લખીએ તો, એક જ દિવસમાં ગાયબ થઈ જાય છે. એવી રીતે જેમ આપણે કોઈ વાહિયાત માણસો હોય. એવા માણસ જે કાલનું લખેલું બાદમાં જોવા નથી માગતા. કારણ કે તે પોતાની જ વાત પર વિશ્વાસ નથી કરી શકતા. ત્યારે આવા સમયે લખેલું ટેક્સ્ટ ખુદ ગાયબ થઈ જાય છે. આ જ સારુ છે." ઈંસ્ટાગ્રામ પર ગુસ્સો ઠાલવતા કંગના આગળ લખે છે કે, પણ એ લોકોનું શું, જે દરેક એવી બાબતને માને છે, જે તે લખે છે. અમે એવા લોકો છીએ જે પોતાની વાતોને એ લોકો માટે ડોક્યૂમેન્ટ કરવા માગીએ છીએ, જે અમને સાંભળે છે.જે અમારી વાતને એક સારા કોન્વર્સેશનની શરુઆત કરે છે. આ એ મીનિ બ્લોગ્સ છે, જેને કોઈ ખાસ વિષય કે વિકાસ માટે યૂઝ કરી શકાય છે.




    આ અગાઉ કંગના 2021માં પોતાના વિવાદાસ્પદ નિવેદનોને લઈને ટ્વિટર પર તો બેન થઈ ચુકી છે. પણ હવે એલન મસ્કે ટ્વિટરને ટેકઓવર કરતા એવું માનવામાં આવી રહ્યું છે કે, કંગના ટૂંક સમયમાં ટ્વિટર પર વાપસી કરશે. એક્ટ્રેસના ફેન્સ પણ કંગનાના ટ્વિટરની વાપસીની રાહ જોઈ રહ્યા છે. જે હોય તે આગળ ખબર પડી કે, ટ્વિટર પર વાપસી કરે છે, કે પછી ઈંસ્ટાગ્રામ પરથી બેન થાય છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Kangana Ranaut Tweet

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन