કંગના રનૌટની ફિલ્મ 'માણિકર્ણિકા' એ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે. ફિલ્મમાં કંગનાના કામની ખૂબ જ પ્રશંસા કરાઇ હતી. તમામે યુદ્ધના સીન પર ચર્ચા કરી છે. આ ફિલ્મમાં યુદ્ધ સીનનો શૂટિંગ વીડિયો ખૂબ જ વાયરલ થયો છે.
આમા કંગના ફિરંગીઓ સાથે લડતી જોવા મળે છે. જે એક યુદ્ધ છે, પરંતુ જે કોઈ પણ આ વીડિયો જોઈ રહ્યા છે તે હસશે. હકીતમાં જે ઘોડા પર કંગના બેઠી છે તે નકલી છે.
નકલી ઘોડો મશીન પર છે અને તેના પર બેઠેલી કંગના તલવાર ચલાવી રહી છે. ઘોડાનો પગ અને પૂછ નથી.આને કારણે કંગના ટ્રોલ પણ થઇ છે.
એક યૂઝરે કહ્યું, 'લકડી કો કાઠી, કાઠી કો ઘોડા'. બીજા યૂઝરે લખ્યું, 'ઘોડા છાપ'. અન્ય યૂઝર લખે છે કે, 'ખોદ પહાન નીકળી ચુહિયા' કંગનાએ એક મુલાકાતમાં કહ્યું હતું કે તેને ઘોડેસવારી કરવામાં એક વર્ષ લાગ્યું હતુ.
કંગના કહે છે, "ઘોડે સવારી જોવામાં જેટલી સરળ લાગે છે તેટલી હોતી નથી. એક સીનમાં તો મારો જીવ જતા બચ્યો છે ' આ નકલી ઘોડાનો ઉપયોગ ક્લોઝઅપના સીન માટે કર્યો હતો. કંહના હકીકતમાં દૂરના શૂટ માટે તે અસલી ઘોડો દોડાવતી નજર આવી હતી.
કંગના રનૌટની ફિલ્મ 'મણિકર્ણિકા'ને દર્શકોએ ખુબ પસંદ કરી. ફિલ્મ 100 કરોડ ક્લબમાં પણ સામેલ થઇ ગઈ છે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર