કંગના રનૌટે 2024 ચૂંટણી અને PM મોદી અંગે કરી ભવિષ્યવાણી, હવે ફેન્સ પૂછી રહ્યાં છે સવાલ

(photo credit: twitter/@kanganateam)

કંગના રનૌટ (Kangana Ranaut)એ 2024 ચૂંટણી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) અંગે ટ્વિટ કરી છે. કંગના તેની ટ્વિટ્સ અંગે ચર્ચામાં છે. આ ટ્વિટ્સમાં કંગનાએ 2024ની ચૂંટણીનાં પરિણામ અંગે દાવો કર્યો છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌટ (Kangana Ranaut) તેની પોસ્ટને કારણે ચર્ચામાં રહે છે. કંગના રનૌટ સોશિયલ મીડિયા (Social Media) પર ઘણી એક્ટિવ રહે છે. અને અલગ અલગ મુદ્દાઓ પર તેનો મત જણાવતી રહે છે. કંગના તેનાં બેબાક અંદાજથી પમ ઘણી વખત સમસ્યાથી ઘેરાઇ જાય છે. ઘણી વખત કંગના તેની ટ્વિટ્સ અંગે ટ્રોલ પણ થયા છે. તો હાલમાં કરેલી તેની ટ્વિટ્સને કારણે કંગના ચર્ચામાં આવી ગઇ છે. કંગનાએ 2024ની ચૂંટણી અને પ્રધાનમંત્રી મોદી (Prime Minister Narendra Modi) અંગે ટ્વિટ કરી છે.

  (photo credit: twitter/@kanganateam)


  તેની આ ટ્વિટ્સ હવે ચર્ચામાં આવી ગઇ છે. આ ટ્વિટ્સમાં કંગનાએ 2024ની ચૂંટણીનાં પરિણામ અંગે દાવો કર્યો છે. એક રિપોર્ટ શેર કરતાં કંગનાએ લખ્યું છે કે, 'હું સસ્પેન્ડ થવાની કિંમત પર કહું છું કે, ' 2024માં પણ ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ બનશે.' કંગનાની આ ટ્વિટ કેટલાંકને પસંદ આવી રહી છે તો કેટલાંક લોકોને આ ટ્વિટ્સ મામલે કંગનાને આડે હાથે લીધી ચે. જે બાદ કંગનાએ વધુ એક ટ્વિટ કરી છે.

  (photo credit: twitter/@kanganateam)


  કંગનાએ ટ્વિટ પર પ્રતિક્રિયા આપતાં એક યૂઝરે લખ્યું છે કે, 'કંગના હું આપનો મોટો ફેન છું. પણ ભાજપમાં એક નિયમ છે જે ખુદ મોદીજીએ નક્કી કર્યો છે. કોઇપણ પોલિટીશિયન 75 વર્ષની ઉંમર બાદ ચૂંટણી નહીં લડી શકે. 2024માં મોદીજી પણ 75 વર્ષની ઉપર જતા રહેશે. પછી જો તેઓ જ પ્રધાનમંત્રી બને છે તો આ તેમનો દેખાડાવાળો વ્યવહાર થશે'

  જવાબમાં કંગનાએ ટ્વિટ કરી છે કે, 'તેમને આપણી નહીં, પણ આપણને તેમની જરૂર છે. અખંડ ભારતને તેમની જરૂર છે. તેમણે કદાચ ફક્ત એક નાના બ્રેકની જરૂર છે. કારણ કે તેમને નેગેટિવિટીનો સામનો કરવો પડે છે. તેમને બ્રેકથી ખુશી મળશે. પણ આપણે આ વાત સુનિશ્ચિત કરવાની જરૂર છે કે આપણે તેમને આપણાં પ્રધાનમંત્રી તરીકે પસંદ કરીએ.'
  Published by:Margi Pandya
  First published: