Home /News /entertainment /કંગના રનૌત ખરા અર્થમાં છે બોલીવૂડની ક્વિન, સુપરસ્ટાર્સ પણ પંગો લેવાથી ડરે છે, કંગના વિશે જાણી-અજાણી વાતો
કંગના રનૌત ખરા અર્થમાં છે બોલીવૂડની ક્વિન, સુપરસ્ટાર્સ પણ પંગો લેવાથી ડરે છે, કંગના વિશે જાણી-અજાણી વાતો
કંગનાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં શું લખ્યું? : હકીકતમાં કંગનાએ સોશિયલ મીડિયા પર સદગુરુના નામે જાણીતા આધ્યાત્મિક ગુરુ જગ્ગી વાસુદેવનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેઓ જણાવી રહ્યાં છે કે 200 વર્ષ પહેલા મહિલાઓને ચુડૈલ ગણાવીને જીવતી સળગાવી દેવામાં આવતી હતી.
કંગના રનૌત (Kangana Ranaut) એવી હિન્દી ફિલ્મોની હિરોઈન નથી કે જે કોઈના માટે પોતાની પાંપણો વહાવી દે. જોકે, કંગનાનો બેબાક અંદાજ અને મેલ લીડનું અપમાન કરવાની ભારે કિંમત પોતે જ ચૂકવી રહી છે
બોલિવૂડ (Bollywood) ની ક્વિન કંગના રનૌત (Kangana Ranaut) તેના બેબાક મિજાજ માટે જાણીતી છે. કંગનાના કોન્ટ્રોવર્સિયલ સ્ટેમેન્ટ્સ, પુરૂષોના જીવન અને અન્ય સંબંધિત બાબતો પ્રત્યે નો-નોનસેન્સ વલણ અને સૌથી ઉપર આપણામાંના મોટા ભાગના લોકો જેને સુંદર વર્તન માને છે, તેના માટે તેણીના નો-પંક્ચ્યુએશન માર્ક કંગનાને મનોરંજન ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ મજબૂત અને વન-મેન-આર્મી બનાવે છે.
પટનાના એક જાણીતા ફિલ્મ ક્રિટીક સુભાષ કે. ઝાએ કંગના વિશે કેટલીક જાણી-અજાણી વાતો કરી હતી.
તાજેતરમાં જ કંગના આશ્ચર્ય પામી હતી, જ્યારે અજય દેવગણ કે જેણે આલિયા ભટ્ટની ગંગુબાઈ કાઠિયાવાડી માટે રાજીખુશીથી કેમિયો કર્યો હતો. કંગના એકદમ સાચી હતી કે અજય તેની ફિલ્મમાં કેમિયો નહીં કરે. અજય દેવગને કંગના સાથે કામ ન કરવાનું નક્કી કર્યું હતું. કારણ કે તેણે ડેવિડ ધવનની અનફની કોમેડી ફિલ્મ રાસ્કલ્સમાં કો-સ્ટાર તરીકે અભિનય કર્યો હતો. જેમાં તેને સંપૂર્ણ બહારની વ્યક્તિની જેમ ટ્રીટ કરવામાં આવી હતી. એટલું જ નહીં તેઓએ તેને સંપૂર્ણપણે બિનજરૂરી પૂલસાઇડ સિક્વન્સ માટે બિકીની પહેરવાની ફરજ પાડી હતી.
તે વાતને સાઇડ પર રાખીએ કે, રાસ્કલ્સ ફિલ્મના નિર્માણ દરમિયાન કંગનાને શા માટે અનકમ્ફર્ટેબલ કરવામાં આવી હતી, જેમાં અજય દેવગણ અને સંજય દત્તે મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી. એટલું કહેવું પૂરતું છે કે કંગના એવી હિન્દી ફિલ્મોની હિરોઈન નથી કે જે કોઈના માટે પોતાની પાંપણો વહાવી દે. જોકે, કંગનાનો બેબાક અંદાજ અને મેલ લીડનું અપમાન કરવાની ભારે કિંમત પોતે જ ચૂકવી રહી છે. આજે કોઇ પણ હીરો તેની સાથે કામ કરવા તૈયાર નથી. પરંતુ તેણીને તેનાથી પણ કોઇ જ વાંધો નથી.
તેને અર્જુન રામપાલ જેવા સારા અભિનેતા સાથે કામ કરવાનું પસંદ કરશે, ન કે એક એવા સ્ટાર સાથે જે 1 વાગ્યાથી સવારના 9 વાગ્યાનું શિડ્યુલ ફોલો કરે છે, લન્ચ કરે છે, ત્યાર બાદ ઊંઘ લે છે અને પછી બે શોટ આપી ઘરે ચાલ્યો જાય છે.
સુભાષ કે. ઝા જણાવે છે કે, “મને વિશ્વાસ છે કે કંગના જાણતી હશે કે હું કોના વિશે વાત કરી રહ્યો છું. હું તેના કલીગ્સ વિશે તેમના મંતવ્યોથી સહમત નથી. પરંતુ હું તેની સાથે ત્યારે જરૂર હોવ છું જ્યારે તે ઝીરો ટેલેન્ટવાળા સ્ટાર કિડ્સની મજાક ઉડાવે છે, જેને એક બાદ એક ચાન્સ મળે છે. માત્ર એટલા માટે કારણ કે કરન જોહર કે સાજીદ નડિયાદવાલા તેને સપોર્ટ કરે છે.”
રણીબીર કપૂર, આલિયા ભટ્ટ અને કરીના કપૂર જેવા અનેક સિતારાઓ તેને મળેલા અવસરોને પાત્ર છે. પરંતુ બાકી જેટલું કહેવાય એટલું ઓછું છે. કંગના તેમાં વિશ્વાસ નથી કરતી. તેના માટે જેટલું વધુ કહેવાય તેટલું સારું છે.
કંગનાની નવી ફિલ્મ ધાકડના રીલીઝ આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે. કંગના એક જાસૂસનો રોલ નિભાવી રહી છે. ફિલ્મમાં તેના સ્ટન્ટ્સના ફેન્સ દિવાના થઇ જશે. ફીમેલ લીડ તરીકે કંગના ભારે ઉત્સાહ સાથે ધાકડને રીલીઝ કરશે.
ધાકડના સહ-નિર્માતા સોહેલ મકલાઈ મને કહે છે કે કંગનાએ તેને ટેકો આપવા અને ધાકડને સાકાર કરવા માટે તેના માર્ગમાંથી કઇ રીતે પસાર થઇ છે. જી હાં, કંગનાની એક જેન્ટલ સાઇડ પણ છે, જેને જાણવી જોઇએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર