ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌટની ફિલ્મ 'જજમેન્ટલ હૈ ક્યા' ગત મહિને રિલીઝ થઇ. ફિલ્મમાં કંગનાની એક્ટિંગનાં ખુબજ વખાણ થઇ રહ્યાં છે. આ એક સાઇકો થ્રિલર ફિલ્મ હતી. જેમાં કંગના એક સાયકો પેશન્ટ જોવા મળે છે. કંગના તે એક્ટ્રેસિસમાંથી એક છે જેને તેનાં કેરેક્ટરની સાથે એક્સપિરિમેન્ટ કરવું પસંદ છે. તે એક જેવો રોલ અદા કરવામાં વિશ્વાસ નથી રાખતી. કંગના હવે એખ બાદ એક ઘણી ફિલ્મોમાં બિઝી છે.
હાલમાં જ તેની ફિલ્મ 'ધાકડ'નું ફર્સ્ટ લૂક ટીઝર જાહેર થયુ છે. જેમાં તે બિલકુલ અલગ અવતારમાં નજર આવી રહી છે. 45 સેકેન્ડ લાંબા આ ટીઝરમાં કંગનાને ગન ચલાવતી દર્શાવવામાં આવી છે. તેની ચારેય તરફ આગ જોવા મળે છે. જેમાંથી ચાલતા તે આવે છે અને ગોલીઓ છોડવા લાગે છે. ક્લોઝપ શોટમાં કંગનાનાં ચહેરા પર વાગ્યાનાં નિશાન છે જેમાંથી લોહી વહે છે. લોહી તે ચાટતી નજર આવે છે. કંગનાનો આ લૂક તેની ફિલ્મ પ્રત્યેની ઇન્ટેનસિટી દર્શાવે છે.
ફિલ્મનાં ફર્સ્ટ લૂક ટીઝરને જોઇને લાગે છે કે આ એક્શન પેક્ડ ડ્રામા ફિલ્મ હશે. આ ફિલ્મને ડિરેક્ટર રેઝી ઘઇએ બનાવી છે. ફિલ્મમાટે કંગનાને ગનની ટ્રેનિંગ આપવા માટે ફિલ્મ મેકર્સે હોંગકોંગ અને થાયલેન્ડનાં એક્શન ડિરેક્ટર્સની મુલાકાત લીધી હતી. ગન ફુ, માર્શલ આર્ટ્સ અને ગન સિક્વેન્સ મિક્સ હોય છે. ટિઝરમાં પણ કંગના જે ગન સાથે નજર આવે છે તે ગન અસલી હતી અને ખુબ ભારે હતી. જેને ઉઠાવવા સંપૂર્ણ તાકત લગાવવી પડતી હતી.
Kangana Ranaut in action entertainer #Dhaakad... Filming to commence early next year in #India and international locales... Action director from #Hollywood to choreograph elaborate sequences... Directed by Razneesh ‘Razy’ Ghai... Produced by Sohel Maklai... #Diwali 2020 release. pic.twitter.com/0Lx3VZMTad