દેશદ્રોહ કેસમાં કંગના રનૌટને મળી મોટી રાહત, બોમ્બે હાઇકોર્ટે જારી કર્યો આદેશ

દેશદ્રોહ કેસમાં કંગના રનૌટને મળી મોટી રાહત

કંગના રનૌટ (Kangana Ranaut) વિરુદ્ધ પોલીસ કાર્યવાહીમાં ધરપકડ પર 25 જાન્યુઆરી સુધી લાગેલી રોક કંગના રનૌટ (Kangana Ranaut) વિરુદ્ધ પોલીસ કાર્યવાહી અને ધરપકડ પર 25 જાન્યુઆરી સુધી લાગી રોક લાગી છે.

 • Share this:
  નવી દિલ્હી: બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌટ (Kangana Ranaut) હાલમાં ચર્ચામાં છે. કંગના જ્યારથી ટ્વિટર પર એક્ટિવ થઇ છે. તે સતત દરેક મુદ્દે ખુલીને પોતાની રાય મુકતી નજર આવી રહી છે. જે કારણે તેને ઘણી વખત ટ્રોલ્સનો પણ સામનો કરવો પડે છે. તો કંગનાને દેશદ્રોહ કેસમાં બોમ્બે હાઇકોર્ટ (Bombay High Court)થી મોટી રાહત મળી છે.

  મીડિયા રિપોર્ટ્સ મુજબ, દેશદ્રોહ કેસમાં બોમ્બે હાઇકોર્ટે કંગના રનૌટને મોટી રાહત આપતાં એક આદેશ જાહેર કર્યો છે. કોર્ટે હવે તેનાં વિરુદ્ધ પોલીસ કાર્યવાહી અને ધરપકડ પર 25 જાન્યુઆરી સુધી રોક લગાવી દીધી છે. હાઇકોર્ટે મુંબઇ પોલીસને તેમ પણ કહ્યું છે કે, હવે 25 જાન્યુઆરી સુધી કંગનાને બોલાવીને પુછપરછ કરવાની જરૂર નથી.

  આ પણ વાંચો- ડ્રગ્સ કેસમાં મુંબઇનાં મુચ્છડ પાનવાળાનું નામ સામે આવ્યું, NCBએ બજાવ્યું સમન્સ

  આપને જણાવી દઇએ કે, આ મામલે ઘણી વખત મુંબઇ પોલીસનાં બોલાવવા પર પણ કંગના પૂછપરછ માટે આવી ન હતી. પણ જ્યારે કોર્ટે તેને આદેશ આપ્યો તો કંગના 8 જાન્યુઆરીનાં બાન્દ્રા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને તેનું નિવેદન દાખલ કરાવ્યું હતું. પણ નિવેદન દાકલ કરાવતા પહેલાં તેણે ઇન્સ્ટાગ્રામ પર તેનો એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે કહે છે કે, તેને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવી રહી છે.
  શું છે સંપૂર્ણ મામલો- ગત વર્ષે એપ્રિલ મહિનામાં કંગનાની બેહન રંગોલી ચંદેલે એક જૂથ વિરુદ્ધ એક આપત્તિજનક ટ્વિટ કરી હતી જે બાદ તેનું ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું. જે બાદ કંગનાએ પણ તેની બહેનનાં સપોર્ટ કરતો એક વીડિયો શેર કર્યો હતો અને આ જૂથ પર ગંભીર આરોપો લગાવ્યાં હતાં. આ મામલે કંગના વિરુદ્ધ પોલીસે દેશદ્રોહનો કેસ દાખલ કર્યો છે.
  Published by:Margi Pandya
  First published: