મુંબઇ: ઇરોઝ એન્ટરટેઇનમેન્ટ (Eros Entertainment)એ નવરાત્રિ અને ગરબા અંગે ટ્વિટર પર કેટલાંક પોસ્ટર શેર કર્યા છે, જે બાદ સોશિયલ મીડિયા પર બબાલ મચી ગઇ છે. લોકોએ ઇરોઝ નાવ (Eros Now)ને ભારે ટ્રોલ કરી છે અને થોડા જ સમયમાં #BoycottErosNow ટોપ ટ્રેન્ડ થવા લાગ્યું હતું. ખાસ કરીને પોસ્ટરમાં રણવીર સિંહ, કેટરિના કૈફ અને સલમાન ખાનની તસવીરોની સાથે ડબલ મીનિંગ વાળી વન લાઇનર્સ લખવામાં આવી છે જેનાંથી લોકો નારાજ છે. બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌટ (Kangana Ranaut)એ પણ આ મામલે ગુસ્સો જાહેર કર્યો છે., તેણે બાદ એક આ મામલે ઘણી ટ્વિટ્સ કરી હતી અને તમામ OTT પ્લેટફર્મને પોર્નહબ ગણાવ્યું હતું.
કંગના રનૌટ (Kangana Ranaut)એ આ પોસ્ટર જોઇને એટલો ગુસ્સો આવ્યો કે, તેણે ફરી એક વખત સોશિયલ મીડિયા પર લોકો આપની સામે પોતાની નારાજગી જાહેર કરી છે. તેણે ઇરોઝનાં પોસ્ટર્સ શેર કરતાં ચાર ટ્વિટ કરી છે પહેલી ટ્વિટમાં લખ્યું છે કે, 'આપણે કોમ્યુનિટી જોવા લાયક સિનેમાને સુરક્ષિત રાખવાનું છે. વ્યક્તિગત જોવા માટે સેક્સુઅલાઇઝ કંટેન્ટની સરખામણીમાં દર્શકોનો મોટો હિસ્સો છે જેને રોમાંચિત કરવું અધિક કઠિન છે. કલાકારોનું ડિજિટલીકરણ સૌથી મોટા સંકટથી ઝઝૂમી રહ્યાં છે. તમામ સ્ટ્રીમિંગ પ્લેટફર્મ એક પોર્ન હબ સીવાય અન્ય કંઇ જ નથી આ શરમજનક વાત છે.'
બીજી ટ્વિટમાં કંગના લખે છે કે, 'એટલું જ નહીં ઇન્ટરનેશનલ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મનાં કંટેન્ટનો નેચર પણ તે જ છે. જો સેક્સુઅલ ડિઝાયરને વધારે છે. તેની ટીમોથી કોઇ અન્ય પ્રકારનાં કંન્ટેન્ટ મેળવવું ખુબ મુશ્કેલ છે.'
ત્રીજ ટ્વિટમાં તેણે લખ્યું છે કે, 'આ ફક્ત સ્ટ્રીમિંગ પ્લેટફર્મની ભૂલ નથી, જ્યાર આપ એકલા બેસીને, કાનોમાં હેડફોન લગાવીને કંઇ કંટેન્ટ જોવો ચો, તો આપને તાત્કાલિક સંતુષ્ટિ જોઇએ છે. ફિલ્મોને સંપૂર્ણ પરિવાર, બાળકો, આસ-પાડોસનાં લોકો સાથે જોવાની જરૂરછે. મૂળ રૂપથી આ એક ગ્રુપનો અનુભ હોવો જોઇએ. '
તેની અંતિમ ટ્વિટમાં કંગના લખે છે કે, 'ગ્રુપને જોવું અમારી જાગૃક્તા વધારે છે. જ્યારે અમે જાણીયે છીએ કે કોઇ જોવે છે કે અમે શું જોઇ રહ્યાં છે, અમે તે બનવાં ઇચ્છીએ છીએ, જે અ મે ઇચ્છીએ છીએ, આપણે કોન્શિયસ ચોઇસ બની જઇએ છીએ, મગજ અને ભાવનાઓ પર સેન્સરશિપ ખુબજ મહત્વપૂર્ણ છે. અને આપણાં સેન્સર અને વિવેક હોઇ શકે છે.'
આપને જણાવી દઇએ કે, સોશિયલ મીડિયા પર થયેલી બવાલ બાદ કંપની તરફથી એક ટ્વિટ કરતાં માફી માંગી ગઇ, પણ નવરાત્રિ પર એવી આપત્તિજનક પોસ્ટ જોયા બાદ લોકોનો ગુસ્સો શાંત થવાનું નામ નથી લઇ રહ્યાં છે.